Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મોરબીમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી પાક નુકસાની માટે પાકવીમો ચુકવવા માંગ

મોરબી,તા.૨૯: જીલ્લામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને બાદમાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ ગયો છે ત્યારે પાકવીમો ચુકવવા માટે વીમા કંપનીને ભલામણ કરવાની માંગ સાથે મોરબી તાલુકા સરપંચ એસો દ્વારા આવેદન પાઠવ્યું છે

મોરબી તાલુકા સરપંચ એસો પ્રમુખ પ્રફુલભાઈ હોથીના માર્ગદર્શન હેઠળ આજે સરપંચ એસો દ્વારા જીલ્લા કલેકટર મારફત રાજયના મુખ્યમંત્રી અને પાકવીમાં કંપનીને આવેદન પાઠવાયું છે જેમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૯ માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ વાવેલ પાક સદંતર નિષ્ફળ જવાને પગલે ગુજરાત સરકારે ૩૭૯૫ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે પરંતુ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલ પાક માટે પાક વીમા પ્રીમીયમ ભરેલું છે અને ચાલુ વર્ષે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ખેડૂત અભણ અને અજ્ઞાની છે તેને પાકવીમાં કંપનીનું નામ ખબર નથી અને પાક ધિરાણમાં ફરજીયાત પાકવીમાં પ્રીમીયમ ભરવું પડે છે ખરેખર ધિરાણ માટે પાકવીમો ફરજીયાત છે તે નાબુદ કરી પાક ધિરાણ માટે પાકવીમો મરજિયાત કરવો ઓયે પાકવીમાં માટે રજૂઆત કયાં કરવી તે પણ ખેડૂતો જાણતા નથી જેથી મોરબી તાલુકાના ખેડૂતો અને મોરબી તાલુકા સરપંચ એસો દ્વારા માંગ કરી છે કે પાકવીમાં કંપનીને સદંતર પાક નિષ્ફળ અંગેની વેદના સમજાવીને તાત્કાલિક અસરથી વધુમાં વધુ ટકાવારી મુજબ પાકવીમાંની રકમ ચુકવવામાં આવે જો વીમા કંપની યોગ્ય ન્યાય નહિ કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

શનાળા રાજપર -ચાંચાપર રોડ અતિ બિસ્માર

મોરબીના શનાળાથી રાજપર જવાનો માર્ગ બિસ્માર હાલતમાં હોય જે મામલે તાલુકા પંચાયત સદસ્ય દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને રસ્તાના રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ કોટડીયાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે શનાળા ગામથી રાજપર ગામે જવાનો રસ્તો અતિ બિસ્માર છે જેથી મોટરસાયકલ, રીક્ષા સહિતના વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રસ્તામાં મસમોટા ગાબડા પડ્યા છે અનેક અકસ્માતો બિસ્માર રોડને પગલે સર્જાય છે જેથી રસ્તાનું તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ રાજપર ગ્રામ પંચાયત સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય દ્વારા કરવામાં આવી છે.

રાજયકક્ષા શાળાકીય અન્ડર ૧૭ ડોઝબોલ સ્પર્ધાઓ

ઙ્ગકમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારી કચેરી મોરબી દ્વારા સંચાલિત રાજયકક્ષા શાળાકીય અન્ડર ૧૭ ડોઝબોલ સ્પર્ધા તા. ૦૯ડીસેમ્બર અને ૧૦ડીસેમ્બર ના રોજ મોહમંદી લોકશાળા ચંદ્રપુર તા. વાંકાનેર ખાતે યોજાશે જે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રવેશપત્રો તા. ૦૬ડીસેમ્બર સુધીમાં કચેરીને emaildsomorbi36@gmail.com  પર મોકલી આપવાની રહેશે તેમજ તા. ૦૮ડીસેમ્બર ના રોજ સાંજે ૫ કલાકે મોહમંદી લોકશાળા, ચંદ્રપુર તા. વાંકાનેર ખાતે સાંજે ૫ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી બી એસ નાકીયા મો ૯૭૧૪૯ ૦૪૬૬૯ અને આઈ કે બાદી મો ૮૨૩૮૦ ૭૦૦૦૧ પર સંપર્ક કરી શકાશે.

(12:04 pm IST)