Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મોરબીમાં પરફેકટ- નેકસા દ્વારા 'મેગા ગ્રામીણ મહોત્સવ'

મોરબીઃ મારૂતિ સુઝુકીના અગ્રગણ્ય ડીલર 'પરફેકટ- નેકસા'  દ્વારા મોરબીમાં 'મેગા ગ્રામીણ મહોત્સવ' યોજાઈ ગયો. 'પરફેકટ- નેકસા'ના જનરલ મેનેજર મેહુલભાઈ કીહોર અને 'નેકસા- મારૂતિ'ના એરીયા મેનેજર શ્રી સોમ્યા જયોતિની જહેમતથી યોજાયેલ આ મહોત્સવમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, કોર્પોરેશન મુકેશભાઈ ગામી, કોંગ્રેસ અગ્રણી મુળજીભાઈ કાવર, એસ્સાર પંપવાળા દિનેશભાઈ ઝાલરીયા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 'નેકસા- મારૂતિ' દ્વારા હાલમાં જ લોન્ચ કરાયેલ XL-6 પ્રિમીયર ૬- સીટર કારનું લોન્ચીંગ કરવામાં આવેલ હતું. દીપ પ્રાગટય બાદ મનોરંજન કાર્યક્રમ સાથે યોજાયેલ આ કાર્યક્રમને અસંખ્ય લોકોએ માણી, તેની સરાહના કરી હતી.

(11:56 am IST)