Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ચોટીલાના રેશમિયા ગામેથી સિંહ બે બકરાને લઇને ભાગી ગયો

સિંહ બેલડીએ અત્યાર સુધીમાં ૧૬થી વધુ પશુનું મારણ કર્યું: માલધારીઓમાં હાહાકાર

વઢવાણ,તા.૨૯: સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહોની એન્ટ્રીથી સુરેન્દ્રનગર જિલ્લાના ઠાગા અને ચોટીલાનો વિડ વિસ્તારના ખેડુતો અને વસવાટ કરતા લોકોમાં ભય વ્યાપ્યો છે.ત્યારે આજે સિંહ ચોટીલામાં પ્રવેશ્યો તેને ૧૭ દિવસ થયા છે.ત્યારે આ સિંહએ હાલ સુધીમાં ૧૬ થી વધુ જાનવરનો શિકાર કરી ભર પેટ ભોજનનો લાહવો ઉઠાવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને ગઈ કાલથી આજુ બાજુમાં આવેલ ઠાગા અને વિડ વિસ્તારમાં સિંહણ પોતાના બે બાળ સિંહ સાથે આવી ચડી છે.ત્યારે આ સિંહ બેલડીએ અત્યાર સુધી આ વિસ્તારના વસવાટ કરતા લોકોને દેખા દીધી ન હતી.ત્યારે બે દિવસ પૂર્વે અંદાજીત રાત્રે ૧૦ વાગ્યા આજુ બાજુ સિંહ બેલડી ચોટીલા ના રેશમિયાની સીમમાં દેખા દીધી હતી.

ચોટીલા પંથક માં સિંહ અને તેના બાળ સાથે ચોટીલા માં પ્રવેશ મેળવ્યો છે.ત્યારેઙ્ગ ગુજરાતની ત્રણ થી ચાર ફોરેસ્ટ ટિમ આ સિંહોને શોધ ખોલ કરવા કવાયત હાથ ધરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા વિડ વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ બાળ સિંહ સાથે સિંહએ આગમન કર્યું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને ગુજરાત રાજયના ચાર ગામની વચ્ચે ચોટીલા ખાતે સિંહએ અલગ અલગ સ્થાને અત્યાર સુધી માં ૧૬ થી વધુ પશુઓનું મારણ કર્યું છે.જેમાં ગઈ કાલે રાત્રે સિંહો દ્વારા રેશમિયા ગામમાં એન્ટ્રી કરી હતી.અને એન્ટ્રીની સાથે એક ભેંસનું મારણ કર્યું હતું.

ત્યારે ગઈ કાલે રાત્રી ના સમયે વધુ બે બકરાનું સિંહ દ્વારા મારણ કરવામાં આવીયું હતું.આ સિંહ માલધારીની નઝર સામેથી માલધારીઓમાં વાડામાં બાંધેલ બકરાને ઉપાડી ગયો હતો.આ ત્રણ સિંહની બેલડી દવારા માલધારીઓની નઝરની સામે જ ત્રણેય શિહોએ એક એક બકરું લઇને ભાગ્યા હતા.ત્યારે આમાંથિ એક સિંહના મોમાંથી એક લાવરુ નીકળી જતા આબાદ બચાવ થયો હતો.

ત્યારે આ પગલે સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતની વન અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગઈ કાલે રાત્રી દરમિયાન રેશમિયા ગામમાં માલધારીઓ વચ્ચે પહોંચી હતી.અને આ લવારા ના માલિક ને પોતાના માલની કિંમત પણ ચૂકવી આપવા માટે રજુઆત કરી હતી.ત્યારે આ વિસ્તારમાં સિંહોએ બે દિવસમાં ત્રણ મારણ કર્યા છે.

ત્યારે આ વિસ્તારમાં વિડ અને ઠાગા વિસ્તારના ખેડૂતો અને વસવાટ કરતા લોકોમાં સદંતર સિંહ બેલડીથી ભય વ્યાપ્યો છે.ત્યારે આગામી સમયમાં ખેતરોમાં કામ કરતા સમયે ખેડૂતો અને માલધારીઓને ધ્યાન રાખવા પણ ફોરેસ્ટ અધિકારીઓ જણાવ્યુ છે.અને આગામી સમય માં સિંહને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે તે માટે ઉભા પગે ફોરેસ્ટ ની ચાર જિલ્લા ની ટીમે ધામા નાખ્યા છે.

(11:36 am IST)