Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીપદના શપથ લેતા કચ્છમાં શિવસેના દ્વારા ઉજવણી

ફટાકડાની આતશબાજી સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ

ભુજ : મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરતા કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી .

    સમગ્ર કચ્છ સાથે અંજાર તાલુકા તથા શહેર શિવસેના દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજ્યના મુખ્યમંત્રીપદે શપથવિધિ થતા તેની ખુશીમા અંજાર શિવસેના દ્વારા ફટાકડા અને આતશબાજી સાથે એકમેકને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી.

  આ પ્રસંગે કચ્છ જિલ્લા પ્રમુખ માધુભા સોઢા ,જિલ્લા ઉપપ્રમુખ ઇશ્વર ભાનુશાળી, અંજાર તાલુકા પ્રમુખ ધવલ ભટ્ટ, સંગઠન પ્રમુખ કુલદીપ જોષી, ભચાઉ તાલુકા પ્રમુખ રામજી આહિર, અંજાર શહેર પ્રમુખ વિનય ઠક્કર, આદિપુર શહેર પ્રમુખ દેવાયત આહિર તેમજ તમામ હોદ્દેદારો અને શિવસૈનિકો હાજર રહ્યા હતા

(11:20 pm IST)