Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ધોરાજી શહેર અને તાલુકો ભગવાન ભરોસે : દરરોજ 200થી વધારે પોઝિટિવ કેસ: દરરોજ ૩૦ થી ૪૦ લોકોના મોત: સરકારી બાબુ એસી ચેમ્બરમાં :સબ સલામતની જાહેરાત: ઓક્સિજન વગર ટળતા ગરીબ લોકોના માટે કોઈ નહીં..? :રાજકીય લોકોને તકલીફ પડે તો અધિકારીઓ પગ ચંપી કરવા માંડે..?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી શહેર અને તાલુકો હાલમાં ભગવાન ભરોસે હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
દરરોજ 200 થી વધારે કેસ પોઝિટિવ આવી રહ્યા છે દરરોજ ૩૦ થી ૪૦ લોકોના મોત થઈ રહ્યા છે ઓક્સિજન માટે લોકો વલખાં મારી રહ્યા છે આવા ખરા સમયે લોકોની સેવા કરવાને બદલે એસી ચેમ્બરમાં બેસીને રાજકીય લોકો ને પગ ચંપી કરતા અધિકારીઓ સામે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે....?
ધોરાજી શહેર અને તાલુકામાં કોરોના એ કાળો કેર સર્જી દીધો છે ત્યારે માનવતા નેવે મૂકીને ગરીબ પરિવારોને ભગવાન ભરોસે છોડી દીધા છે આવા દ્રશ્યો જાહેરમાં જોવા મળી રહ્યા છે
ધોરાજી તાલુકાના અનેક ગામડાંઓમાં તેમજ શહેરના લોકો પણ કોરોના ની જપટ માં આવી ગયા છે તેમને બચાવવા માટે પરિવારજનો જાણે પૈસા લઈને ભિખ માંગતા હોય એ પ્રકારની એમની હાલત ઊભી થઈ છે ગરીબો માટે કોઈ નથી એવું પણ જાહેરમાં જોવા મળી રહ્યું છે રાજકીય લોકો ને કોઈ તકલીફ પડે તો તેમની પગ ચંપી કરવા માટે અધિકારીઓ દોડી આવે છે પરંતુ ગરીબ પરિવારના માતા-પિતાને ભાઈ-બહેનને ઓક્સિજનની તકલીફ પડે છે ત્યારે તેમના માટે કોઈ મદદ કરવા તૈયાર નથી અનેક પરિવાર ના મોભી ઓક્સિજન ના અભાવે મૃત્યુ થયા છે તેવા અહેવાલો સાંપડી રહ્યા છે
આવા સમયે માનવતા નેવે મૂકી દીધી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે સરકારી હોસ્પિટલની અંદર ગરીબ માણસો માટેની વ્યવસ્થા નથી તમારી પાસે કોઈ લાગવક ના હોય તો વારો નથી આવતો ઇન્જેક્શન પણ નથી મળતા અને ઓક્સિજન પણ નથી મળતું જો તમારી પાસે લાગવગ હોય તો આ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય છે તેવું પણ લોકોમાં જાહેરમાં ચર્ચા માં સાંભળવામળી રહ્યું છે
સરકાર ગમે તેટલા બુગિયા મારે પરંતુ અધિકારીઓને કારણે સરકારની છાપ ખરડાઇ રહી છે આવા સમયમાં લોકજાગૃતિ ની જરૂર છે હાલની પરિસ્થિતિને પહોંચી વળવા બાબતે સ્વયં લોકો જાગૃત બને કોરોના સંક્રમણ માંથી બહાર લાવવા બાબતે ગામડે ગામડે જાગૃતિ લાવવી જરૂરી છે લોકો સ્વયં ઘરમાં રહી સુરક્ષિત રહે એકાદ મહિનો ધંધો-રોજગાર નહીં થાય તો ચાલશે પરંતુ પરિવારનો એક મોભી જતો રહેશે તો મોટી નુકસાની આવશે તે બાબતે સરકાર કે અધિકારી ઉપર આશા છોડી લોકો જાગૃત બને અને સ્વયં જાગૃત બને તેવી પણ અપીલ કરવામાં આવી છે
હાલમાં જોઈએ તો ધોરાજી શહેર અને તાલુકામાં દરરોજના ૩૦થી ૪૦ લોકોના મોત થઇ રહ્યા છે દરરોજ 200 ની સંખ્યા માં કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે નિયમ પ્રમાણે સેમ્પલ લેવામાં આવતા નથી અને જ્યારે સમસાન ઘાટ માં પણ જગ્યા નથી એમાં પણ એવડું વેઇટિંગ  છે આવી પરિસ્થિતિ ધોરાજી જોઈ રહી છે ત્યારે અધિકારી પોતાની એસી ચેમ્બર છોડતા નથી તે ઘણી દુખદ બાબત છે
હાલમાં ધોરાજી સરકારી હોસ્પિટલ માં બે દિવસ પહેલા ઓક્સિજન ઘટતા  અફડાતફડી મચી ગઈ હતી એવા જ બનાવો ખાનગી હોસ્પિટલમાં પણ બની રહ્યા છે આવા સમયમાં સમયસર ઓક્સિજન હોસ્પિટલમાં મળવું જોઈએ તે બાબતની પણ અધિકારીઓ તકેદારી રાખતા નથી તે જાહેરમાં જોવા મળી રહ્યું છે ઓક્સિજન વગર દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની...? તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે ડોક્ટરો પોતાની હોસ્પિટલમાં દર્દીના વાલીઓને જણાવે છે કે ઓક્સિજન ઘટશે તો અમારી કોઈ જવાબદારી નથી તેવા સવાલો પણ ઉભા થઇ રહ્યા છે આ બાબતે તાત્કાલિક જિલ્લા કલેકટર ધોરાજી શહેર અને તાલુકામાં ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં મળે તે બાબતે પણ પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ
ગરીબ પરિવારોને દવાખાનામાં તો નથી આવતો વારો પરંતુ તેમના સ્વજનોને પોતાના જ ઘરમાં રાખીને ઓક્સિજનની સેવા પૂરી પાડે છે આવા સમયમાં એક બોટલ માટે પૈસા લઈને ભીખ માગવાનો વારો આવ્યો હોય તેવું પણ જાહેરમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ બાબતે તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટરશ્રી ધોરાજી શહેર અને તાલુકામાં પૂરતું ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે
જ્યારે એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ ધોરાજીમાં શું થઈ રહ્યું છે તે બાબતની સાચી અને સત્ય માહિતી આપવામાં પણ આંખ આડા હાથ કરી રહ્યા છે......?
વાસ્તવિકતા ત્યારે ખબર પડે છે કે જેના ઘર નું સર્જન ગયું હોય તેમનું દુઃખ કેટલું હોય છે તે તેમના પરિવારને પૂછો તો જ ખબર પડે
પરંતુ હવે એવો સમય આવી રહ્યો છે કે આપણા ઘરનું અને આપણા પરિવારનું ધ્યાન આપણે જાતે જ રાખવાનું રહેશે કોઈ ઉપર ભરોસો રાખવો નહીં તેવી પણ લોકોને વિનંતી છે

(10:08 pm IST)