Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

જામનગર જી.જી.હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે દલાલી : લાચાર દર્દીના સગા પાસે પૈસા પડાવી અને ડોકટરને દબાણ કરવાના બનાવો : કડક કાયદાકીય પગલાં લેવા પોલીસને સુચના

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : અમુક અસામાજિક તત્વો દ્વારા જી. જી. હોસ્પિટલ ખાતે દર્દીને દાખલ કરવા માટે દલાલી શરૂ કરી દીધી છે.લાચાર દર્દીના સગા પાસે પૈસા પડાવી અને ડોકટર ને દબાણ કરવાના બનાવો પણ પોલીસને જાણ માં આવ્યા છે.આવી બાબત આવા સમયે થવીએ ઘણી શરમજનક વાત છે.

આથી દરેકને જાણ કરવામાં આવે છે કે જી. જી.હોસ્પિટલના પરિસરમાં જો કોઈ આવી વ્યકિત જોવા મળશે જેનું દર્દી સાથે કોઈ સંબંધ નથી તો એના પર કડક કાયદાકીય પગલાં લેવામાં આવે એ બાબત ની પોલીસ ને સૂચના આપવામાં આવેલ છે.

(4:20 pm IST)