Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ગોંડલ તાલુકા પોલીસ મથકની સામે ગોંડલ તાલુકાના બંધીયા ગામની મહિલાએ કોઈ કારણોસર જાત જલાવતા સનસનાટી

કોઈ પોલીસ જવાનને ચિઠ્ઠી આપીને તુંરત જ આ મહિલાએ જાત જલાવી હોવાની ચર્ચા : રાજકોટ સારવારમાં ખસેડાઇ

ગોંડલ: તસવીરમાં દાઝી ગયેલી હાલતમાં મહિલા નજરે પડે છે. (તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ)

ગોંડલ::: ગોંડલ  તાલુકા પોલીસ મથકની સામે ગોંડલ તાલુકાના  બંધીયા ગામની મહિલાએ કોઈ કારણોસર જાત જલાવતા સનસનાટી મચી ગઇ છે.

       પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે પોલીસ મથક સામે આવીને કોઈ પોલીસ જવાનને ચિઠ્ઠી આપીને તુંરત જ  આ મહિલાએ જાત જલાવી હોવાની સૂત્રોમાંથી ચર્ચાઈ રહ્યું છે.

     ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી છે.મહિલાએ જેલની સજા પણ ભોગવી હતી. તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

(2:50 pm IST)