Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મોરબી ખાતે ચાલતા ઓરપેટ ટેસ્ટ કેમ્પમાં બે ઇટાલિયન નાગરિકોએ ટેસ્ટ કરાવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૪: વૈશ્વિક મહામારી કોરોના આજે રોકેટ ગતિએ આગળને આગળ વધી રહયો છે અને મોતનું તાંડવ મચાવી રહ્યો છે. ત્યારે માનવતા પણ મહેકી રહી છે. કોવિડ-૧૯નો ટેસ્ટ લોકો કરાવી શકે તે માટે સરકાર તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટેસ્ટ કરાવવા ટેસ્ટ કેમ્પના મોરબીમાં આયોજનો કરવામાં આવી રહ્યા છે.

મોરબી ખાતે અનેક સેવાકીય કાર્યો માટે જાણીતા ઓરપટ ગ્રુપ દ્વારા ગત તા.૧૮થી સનાળા રોડ પર સરદાર બાગ પાસે કોવિડ ૧૯ ટેસ્ટ કેમ્પનું ૧૦ દીવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.અત્યાર સુધી ખુબ મોટા પ્રમાણ મા લોકોએ ટેસ્ટ કરાવ્યા છે. અહીં પોઝિટવ આવનારને ડોકટરો સલાહ સાથે દવાઓ પણ આપેછે.

ગઈ કાલે આ કેમ્પમાં કુલ ૬૮૭ દર્દીઓએ ટેસ્ટ કરાવ્યા હતા જેમાંથી ૭૭ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. અને ગઇકાલે આ કેમ્પમાં બે ઇટાલિયન નાગરિક એલેકઝાન્ડર તેમજ માર્કો નામના નાગરિકોએ રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા.અને બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યાનું ડિરેકટર નેવિલભાઈ ભાલોડીયા એ જણાવ્યું હતું. અને મોરબી પંથકના વધુમાં વધુ લોકોએ ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો હતો.

(12:50 pm IST)