Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ધારી-૨૦, ખાંભા-૨૦ અને ચાલાલા ખાતે ૧૦ બેડની ઓકિસજન સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ ચાલુ

અમરેલી : જીલ્લામા કોરોનાના કેસોમા સતત વધારો થઈ રહયો છે ત્યારે જીલ્લાના છેવાડાના ગામોના લોકોને કોવીડની સારવાર અર્થે અમરેલી જીલ્લા મથકે ન આવવુ પડે તે માટે  સાંસદ   નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ  કૌશિકભાઈ વેકરીયા અને ધારી વિધાનસભાના ધારાસભ્ય   જે.વી.કાકડીયાના પ્રયાસોથી ધારી શ્રીમતિ એસ.એન. દામાણી વિદ્યામદિર ખાતે ૨૦, ચલાલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦ અને ખાંભા સામૃહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૦ બેડની ઓકિસજન સવિધા સાથેની કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામા આવી છે.  આ ત્રણેય કોવિડ હોસ્પિટલની સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય જે.વી.કાકડીયાએ આગેવાનો સાથે મુલાકાત લીધેલ હતી અને દર્દીઓ સાથે વાર્તાલાપ કરી ઘટતી સુવિધાઓ પુરી પાડવા અગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જે.એચ.પટેલને જરૂરી સૂચનાઓ આપી હતો. આ તકે પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, ભાજપ અગ્રણી જલ્પેશભાઈ મોવલીયા, જીલ્લા પંચાયત ઉપપ્રમખ ભુપતભાઈ વાળા, જીલ્લા પંચાયત સભ્ય કમળાબેન ખોડાભાઈ ભુવા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણી, ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, ચલાલા નગર પાલીકા પૂર્વ પપ્રમુખ હિંમતભાઈ દાંેગા, ભાજપ અગ્રણીઓ પ્રકાશભાઈ કારીયા, કાળુભાઈ ફીડોળીયા, અરવિંદભાઈ ચાવડા, જીલ્લા યુવા મોરચા પ્રમુખ આનદભાઈ ભટ્ટ, ખાંભા તાલકા ભાજપ અધ્યક્ષ વિપુલભાઈ શેલડીયા, રાજુબાપુ હરીયાણી, સજુભાઈ દેવેરા અને પિન્ટુભાઈ ગોસાઈ સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

(12:44 pm IST)