Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જામનગરમાં ફૂડ શાખાના રેસ્ટોરન્ટ અને મીઠાઈની દુકાનોમાં દરોડા:50 થી વધુ સ્થળોએ ચેકીંગ કરાયું

ફૂડ વિભાગની જુદી જુદી ત્રણ ટીમોએ દરોડા પાડ્યા ;છ મીઠાઈના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા

જામનગર :શહેર માં તહેવારોને લઈને ફૂડ શાખા દ્વારા ઠેર ઠેર દરોડા  પડાયા હતા 50 થી વધુ હોટલ રેસ્ટોરન્ટ અને મીઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરી 6 મીઠાઇના વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈના સેંપલો લીધા હતા

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને 50 થી વધુ સ્થળો એ ચેકિંગ હાથ ધરાયુ હતું જેમાં  6 મીઠાઇ ના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા ફૂડ વિભાગની જુદી જુદી ત્રણ ટીમો એ સામૂહિક રીતે દરોડા પડ્યા હતા

જામનગર ના રણજીત રોડ, સેંટરલ બેન્ક, હવાઈચોક, પટેલ કોલોની , લીમડા લાઇન, રણજીતનગર સાધનાકોલોની રોડ વગેરે વિસ્તારો માં તેમજ ત્રણબતી અને જૂના રેલ્વે સ્ટેશનાસપાસ ના વિસ્તારો આવેલી હોટલ રેસ્ટોરન્ટ તેમજ મીઠાઇ અને ફરસાણ ના વિક્રેતાઓ વગેરે મળી કુલ 51 જેટલા સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેઓને મીઠાઇ ના સેંપલો એકત્ર કરી ને પૃથ્થકરણ માટે લેબોરેટરીએ મોકલી આપવામાં આવ્યા હતા

(11:56 pm IST)
  • ઉત્તર પ્રદેશની માધ્યમીક શાળાઓમાં 4300 શિક્ષકોની ઘટ : 42 હજાર શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત : સ્થાનિક ઉમેદવારો માટે સોનેરી તક access_time 12:28 pm IST

  • ત્રણ તલ્લાક કાનૂનના વિરોધમાં જમિયત ઉલેમા એ હિન્દે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી ;અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમકોર્ટ એકસાથે ત્રણ તલ્લકને અમાન્ય કરી ચૂક્યું છે ત્યારે કાનૂનની જરૂરત નથી ; અરજીમાં જણાવ્યું છે કે પતિના જેલમાં જવાથી પત્નીની મદદ થશે નહીં :બેદરકારીથી જીવ લેવા જેવા અપરાધની સજા બે વર્ષ છે અને તલ્લાક માટે ત્રણ વર્ષની સજા છે access_time 1:08 am IST

  • નિતિનભાઇ પટેલે સાફ સાફ કહ્યું: કાયદો તમામ માટે સમાન :ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે કહ્યું છે કે કાયદો તમામ માટે સમાન છે. કાયદાનો ભંગ કરનાર કોઇપણ સામે અચુક પગલા લેવાશે access_time 3:54 pm IST