સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd August 2019

જામનગરમાં ફૂડ શાખાના રેસ્ટોરન્ટ અને મીઠાઈની દુકાનોમાં દરોડા:50 થી વધુ સ્થળોએ ચેકીંગ કરાયું

ફૂડ વિભાગની જુદી જુદી ત્રણ ટીમોએ દરોડા પાડ્યા ;છ મીઠાઈના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા

જામનગર :શહેર માં તહેવારોને લઈને ફૂડ શાખા દ્વારા ઠેર ઠેર દરોડા  પડાયા હતા 50 થી વધુ હોટલ રેસ્ટોરન્ટ અને મીઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરી 6 મીઠાઇના વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈના સેંપલો લીધા હતા

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને 50 થી વધુ સ્થળો એ ચેકિંગ હાથ ધરાયુ હતું જેમાં  6 મીઠાઇ ના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા ફૂડ વિભાગની જુદી જુદી ત્રણ ટીમો એ સામૂહિક રીતે દરોડા પડ્યા હતા

જામનગર ના રણજીત રોડ, સેંટરલ બેન્ક, હવાઈચોક, પટેલ કોલોની , લીમડા લાઇન, રણજીતનગર સાધનાકોલોની રોડ વગેરે વિસ્તારો માં તેમજ ત્રણબતી અને જૂના રેલ્વે સ્ટેશનાસપાસ ના વિસ્તારો આવેલી હોટલ રેસ્ટોરન્ટ તેમજ મીઠાઇ અને ફરસાણ ના વિક્રેતાઓ વગેરે મળી કુલ 51 જેટલા સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેઓને મીઠાઇ ના સેંપલો એકત્ર કરી ને પૃથ્થકરણ માટે લેબોરેટરીએ મોકલી આપવામાં આવ્યા હતા

(11:56 pm IST)