Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વાંકાનેરના જાસલીકામાં મચ્છુ નદીમાં રેતી ચોરી મુદ્દે આક્રોશ

વાંકાનેર, તા. ૧૭ :. વાંકાનેરના જાસલીકા-વસુંધરા સંયુકત ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ મામલતદારશ્રીને પત્ર પાઠવીને રેતી ચોરી મુદ્દે આક્રોશ ઠાલવ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે જાલસીકા ગામે મચ્છુ નદીમાંથી મોટાપાયે રેતીની ચોરી કરવામાં આવે છે. તેનાથી નદીમાં મોટા ખાડા પડી ગયા છે અને તેનાથી નદીને અને વલાચીને નુકશાન થાય છે તેનાથી કેનાલના પુલને નુકશાન થયુ છે.

આ ઉપરાંત તાલુકાના માટેલ-લુણસર વિસ્તારોમાંથી મોટાપાયે વગર લીઝે ખનીજ ચોરી થાય છે. જેમા કાળા અને સફેદ પથ્થર, લાલ અને કાળી પટ્ટી તેમજ નદીઓમાંથી રેતી-ગાંગળ વગેરે ચોરી થાય છે ત્યારે ખાણ ખનીજ વિભાગના મોરબી જીલ્લાના વહીવટી અધિકારીઓ મોટાપાયે લીઝ ધારકો વગરના લોકો પાસે ભાગબટાઈથી આ કામગીરી અમુક વખતે નાયબ કલેકટર, ખાણ ખનીજની કહેવાતી ભરેલી ગાડીઓ પકડીને નાના મોટા દંડ કરીને વચેટીયાઓને સાથે રાખી કેસો ફાઈનલ કરવા હોવાનુ જાણવા મળે છે.

(12:06 pm IST)