Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વઢવાણમાં કાર પલ્ટી જતા દંપતિનું મોત

સાણંદ તાલુકાના દોદર ગામનો પરિવાર બાંદ્રાથી પૂનમ ભરીને પરત ફરતો હતો ત્યારે અકસ્માત નડયો

વઢવાણ તા. ૧૭ :.. વઢવાણમાં કાર પલ્ટી જતા દંપતિનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાણંદ તાલુકાના દોદર ગામનો પરિવાર બાંદ્રાથી પૂનમ ભરી પરત ફરી  રહ્યો હતો ત્યારે વઢવાણનાં કોઠારીયા રોડ ઉપર કાર પલ્ટી ગઇ હતી.

જેમાં બાબુભાઇ ખેંગારભાઇ અને તેના પત્નિ મંજૂલાબેનનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું.

આ અકસ્માતમાં ૪ વ્યકિતને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડેલ છે.  બનાવની જાણ થતા વઢવાણ
પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

(11:47 am IST)