Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ગઢળાના સરપંચની મુખ્યમંત્રીને રજુઆત

ઉપલેટાઃ તાલુકાના ગઢાળા ગામના સરપંચ નારણભાઇ આહીર દ્વારા તાજેતરમાં ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી ગામના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ રસ્તા પાણી સહીતના પ્રશ્નોની વિસ્તૃત રજુઆત કરી હતી અને ગામ પાસે આવેલ મોજડેમ સહીત નદીમાં ચેકડેમ બનાવવા બાબતે રજુઆત કરેલ હતી તેનો મુખ્યમંત્રીએ તાત્કાલિક યોગ્ય કરવાની ખાત્રી આપેલ હતી તે પ્રસંગની તસ્વીર.

(11:36 am IST)