Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વેરાવળના કીડીવાવ ખાતે કોમ્યુનિકેશન શાળા સુરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો

પ્રભાસપાટણ, તા. ૧૭ : વેરાવળ તાલુકાના કીડીવાવ ખાતે આવેલ બનોબા વિદ્યામંદિર ખાતે ૬ બટાલીયન એન.ડી.આર.એફ. વડોદરાના કમાન્ડર રાકેશ સિંઘ જુનના માર્ગદર્શન હેઠળ ટીમ કમાન્ડર કમલેશ કરડના નેતૃત્વ હેઠળ કોમ્યુનિકેશન અને શાળા સુરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો.

ટીમ કમાન્ડરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવેલ કે કુદરતી આપતી, વાવાઝોડા, પૂર, ભૂકંપ, અતિવૃષ્ટિમાં કેમ ઓછુ નુકશાન થાય તેની માહિતી આપી હતી. અકસ્માત, હાર્ટએટેક વખતે પ્રાથમિક સારવારની વિગતો જણાવી હતી. લાઇફ જેકેટ, લાઇફરીંગની ઉપયોગીતા અંગે સમજણ આપી હતી. પાણીમાં ઠંડા પીણાની પ્લાસ્ટીકની બોટલ દ્વારા તરી શકાયડુબતા માણસને બચાવી તેમની સારવાર અંગે તેમજ આગ લાગે ત્યારે અગ્નિશામક સાધનો કઇ રીતે ઉપયોગમાં લઇ શકાય. પ્રેકટીકલ અને થીયરી ફરી સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મામલતદાર દેવકુમાર આંબલીયા, ના. મામલતદાર હિતેષ ખેર, સંસ્થાના પ્રમુખ રામસીભાઇ ડોડીયા, શાળાના આચાર્ય જે.બી. વાળા, સંજયભાઇ ડોડીયા સહિત વિદ્યાર્થીઓ સહભાગી થયા હતાં.

(11:34 am IST)