Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઉપલેટા આશ્રમ શાળા ખાતે કુપોષણ નિવારણ કેમ્પ

ઉપલેટા : આશ્રમ શાળા ડુમિયાણી ખાતે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓમાં કુપોષણ નિવારણ માટેના એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં ભીમોરા ટીએચસી સેન્ટરના આ.બી.એસ.કે. ના ડો.અલ્પેશભાઇ ચાવડા તથા તેમની ટીમ આવેલ તેમના અને સંસ્થાના ડો.એલ.કે. સાદરીયા દ્વારા વિદ્યાર્થીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને જરૂરીયાતમંદ બાળકોને દવાઓ આપવામાં આવેલ. કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ  મણવર પ્રિન્સીપાલ બી. ટી. વાઢેર સહીત સ્ટાફ હાજર રહેલ હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:33 am IST)