Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

માળીયામિંયાણામાં ભેંસા ચારવા બાબતે તલવાર-છરી ઉડીઃ સામસામી ફરીયાદ

વૃધ્ધ હારૂનભાઇ મોવર પર છરી તલવારની હુમલોઃ સામાપક્ષે કાસમભાઇ પર લાકડી-પાઇપથી હુમલો

મોરબી તા.૧૭: માળીયા મિંંયાણામાં ભેસો ચારવા બાબતે ડખ્ખો થતા છરી તલવાર અને લાકડીઓ ઉડતા બેથી વધુ વ્યકિતઓને ઇજા થઇ હતી આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

મળતી વિગતો મુજબ માળીયા મિંયાણામાં પીપળા વાસ બાપુની ડેલીમાં રહેતા હારૂન દોસમામદભાઇ મોવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અકબર કાસમ મોવર,રમઝાન કાસમ મોવર અને કાસમ દોસમામદ મોવર સહિતના આરોપીઓએ છરી અને તલવાર વડે ફરિયાદીને નાક તથા માથામાં તેમજ અન્યને નાક અને શરીરે ઇજા કરી ઢીકા પાટું માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી છે માળિયા પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટમાં જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

સામાપક્ષે માળીયાની સરકારી હોસ્પિટલ પાછળ રહેતા કાસમભાઇ દોસમાંમદભાઇ મોવરે આરોપી હારૂન દોસમાંમદભાઇ મોવરે લોખંડનો પાઇપ તથા આરોપી ફતેમામદભાઇ મોવરે લાકડીનો વાસામાં ઘા કરી બાદમાં આરોપી રસુલ દોશમામભાઇ મોવર, દોશમામભાઇ મોવર અને હૈદર હારૂનભાઇ મોવરે આવી ઢીકા પાટુંનો માર મારી પોતાની ભેશો ચારવા બાબતે તેમજ વાવડીમાં પાણી પાવા બાબતે ગાળો આપી મૂઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે

પોલીસે બંન્ને ફરીયાદો અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)