Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ગુરૂ એ ધર્મ , સંસ્કૃતિ અને સમાજજીવનની ઢાલ : ભાવનગરના અઘેવાડા શિવકુંજ આશ્રમે ગુરૂપુર્ણીમા મહોત્સવ

ભાવનગર તા. ૧૭ :  ભાવનગરને ભાવથી ભીંજવતી પ.પૂ. સંત શ્રી સીતારામ બાપુની નપઃસ્થલી શિવકુંજ આશ્રમ - અઘેવાડા ખાતે વ્યાસપુર્ણીમાનો દિવ્ય ઉત્સવ ખુબ જ ભાવ પુર્વક ઉજવવામાં આવ્યો હતો.

શિવકુંજ માનસ પરિવારના હજારો સદસ્યો અને પૂ. બાપુના સેવકોની હાજરીમાં ગુરૂમઞિમાનું ગાન થયુ હતુ.

બાંભણીયા બ્લડ બેંકે પરિવાર વતી પૂ. બાપુ તથા પૂ.રામેશ્વરાનંદમયી  માતાજી તથા પૂ. વરૂણાનંદમયી માતાજીનુ માવપૂષ્પોથી આદરવંદન કર્યા બાદ બંને માતાજીએ ગુરૂવંદનાના ગીતો ભજનો ગાયા હતા. જ્યારે પૂજ્ય બાપુએ સમગ્ર વિશ્વ જેનુ ઋણી છે એવા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખનાર  વેદ વિસ્તારક , અઢાર પુરાણના રચયિતા ભગવાન વેદવ્યાસજીના જન્મજયંતિના પાવન અવસરે ગુરૂની વિશિષ્ટતાઓ અને ગુરૂ મહિમાનું વર્ણન આશિર્વાદ સાથે વર્ણવેલ હતુ. તેમણે કબીર , નાનક, ડોંગરે બાપા, અને શિવાજીના ગુરૂ સમર્થ રામદાસના  દ્રષ્ટાંતો આપી ગુરૂઆશિષથી જીવનને હરિયાળુ બનાવવા ગુરૂની શ્રધ્ધા, સમર્પણ અને અવિચળ ભરોસો જરૂરી ગણાવેલ.

આ પ્રસંગે ભાવ. મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ચેરમેન સુરેશભાઇ ધાંધલા , અ.ભા.પ્રા.શિ.સંઘના , પૂર્વ ઉપપ્રમુખ દિલીપસિંહજી , પરવાળાથી શ્રી દિક્ષીતભાઇએ પ્રાસંગીક રજુ કરેલ.

શિવકુંજ માનસ પરિવારના આ સદ્દકાર્યને ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ પૂ.બાપુની વંદના માટે સાલ, હાર અને શ્રીફળથી આશીર્વાદ માંગેલ. જીલ્લા પૂર્વ પ્રમુખ હર્ષદભાઇ દવે, મીડીયા સેલના કિશોરભાઇ ભટ્ટ, જી.ઉ.પ્રમુખ બટુકભાઇ ધાંધલા, પૂર્વ શિક્ષણ સચિવશ્રી ઝાંઝરૂકીયાજી, તથા માર્કેટ યાર્ડના ડાયરેકટરશ્રી પરશોતમભાઇ સહિતનાઓએ હાજરી આપી હતી.

(11:26 am IST)