Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

IFP Users રિવ્યુ તથા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશની માહિતિ આપતો સેમીનાર યોજાયો

રાજકોટ ચેમ્બર અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉપક્રમે

રાજકોટ તા. ર૯: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુકત ઉપક્રમે ઉદ્યોગકારો માટે IFP રિવ્યું તથા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ અંગેની જાણ કારી ઔદ્યોગીક એકમોને મળી રહે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં ગાંધીનગરના EODB નોડલ ઓફિસશ્રી આર. આઇ. ચાવડા તથા ટાટા કન્સલટન્સી સર્વિસના શ્રી ઇલેશભાઇ પટેલ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે. વી. મોરી, ઉદ્યોગ અધિકારી શ્રી હેમંતભાઇ શાહ તથા MSME ફેસેલીટેશન હેલ્પડેસ્કના યાશના ગૌતમ ઉપરાંત રાજકોટ ચેમ્બરના પુર્વ પ્રમુખશ્રી શિવલાલભાઇ બારસીયા, માનદ્દ સહમંત્રીશ્રી કિશોરભાઇ રૂપાપરા, કારોબારી સભ્યશ્રી વિનોદભાઇ કાછડીયા ઉપસ્થિત રહેલ.

સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પુર્વપ્રમુખશ્રી શિવલાલભાઇ બારસીયાએ સૌને આવકારી રાજય સરકાર દ્વારા ઉદ્યોગકારોના હિતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ અંગે તમામ પ્રકારની સ્કિમ સવલતો વગેરે માટે ઓનલાઇન IFP પોર્ટલ શરૂ કરેલ છે તે સરાહનીય છે. રાજકોટ ચેમ્બર દ્વારા ઉદ્યોગકારોના પ્રશ્નો અંગે હરહંમેશ રાજય તથા કેન્દ્ર સરકારમાં રજુઆત કરી તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવે છે. સરકાર દ્વારા જે કોઇ નવી સ્કિમો જાહેર કરવામાં આવે છે ત઼ેની તમામ જાણકારી ઉદ્યોગકારોને મળી રહે. તે માટે ઉપયોગી વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. તેમજ જેઓને પોતાના ઉદ્યોગમાં પ્રશ્ન કે મુંઝવણ હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપી તેનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું તેમ જણાવેલ.

સેમિનારમાં ખાસ ઉપસ્થિત ગાંધીનગરના EODB નોડલ ઓફિસશ્રી આર. આઇ. ચાવડા તથા ટાટા કન્સલટન્સી સર્વિસના શ્રી ઇલેશભાઇ પટેલ દ્વારા ઉદ્યોગકારો માટે સરકારશ્રીએ શરૂ કરેલ ઓનલાઇન IFP પોર્ટલ પધ્ધતિ તથા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ અંગે વિસ્તારપુર્વક જાણકારી આપેલ જેમાં ઇન્વેસ્ટર ફેસીલીટેશન પોર્ટલ અંગે ઉદ્યોગકારોને લાઇવ ડેમો બતાવવામાં આવેલ, ઉદ્યોગકારોને અરજીઓનું સબમીશન કેવી રીતે કરવું, ઔદ્યોગીક નિતી અંગે જાણકારી, તબકકાવાર દસ્તાવેજોની જરૂરીયાત વગેરે બભાબતે પાવર પોઇન્ટ પ્રઝનટેશન દ્વારા માર્ગદર્શન આપેલ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગકારો દ્વારા પુછાયેલ પ્રશ્નોના અધિકારીઓએ યોગ્ય પ્રત્યુતર આપેલ.

સેમિનારના અંતે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના માનદ્દ મંત્રીશ્રી નરેન્દ્રભાઇ પાચાણીએ ઉપસ્થિત અધિકારીઓ તથા ઉદ્યોગકારોનો સેમિનારમાં હાજર રહેવા બદલ આભાર વ્યકત કરેલ. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:08 pm IST)