Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઝીંઝુડામાં સોમવારે મહાવિષ્ણુ મંડપ : મંગળવારે સમુહલગ્ન

સંતો મહંતો આશીર્વચનો વરસાવશે : ૧૧ દિકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે

રાજકોટ તા. ૨૯ : મહંતશ્રી વસંતદાસજી મણીરામજી દાણીધારીયા તથા સમસ્ત ભરવાડ સમાજ રાજકોટની આગેવાની હેઠળ શ્રી લાલદાસજી બાપુના સમસ્ત શિષ્યો પરિવારમાં ગમારા ભરવાડ સમાજ તથા બોહરીયા ભરવાડ સમાજ તથા હકાબાપાના ઝીંઝુડા ગામ સમસ્તના આગેવાનો દ્વારા તા. ૨ ના સોમવારે શ્રી મહાવિષ્ણુ મંડપ મેળો તેમજ ૧૧ દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

હકાબાપાના ઝીંઝુડા ગામે આયોજીત આ સમારોહમાં મુખ્ય ગોર તરીકે મહારાજ શાસ્ત્રીશ્રી ગિરીજાશંકર વ્યાસ, શાસ્ત્રી શ્રી જગદીશભાઇ વ્યાસ બીરાજશે.

તા. ર ના સવાર સાંજ તેમજ તા. ૩ ના બપોરે સમૂહ ભોજન સમારોહ રાખેલ છે.

રાજકોટથી ચોટીલા માર્ગે મોલડીથી ૫ કિ.મી.ના અંતરે આવેલ ગામ ઝીંઝુડા ખાતે યોજાયેલ આ અવસરની સમય સારણી જોઇએ તો ૧૧ દિકરીઓના માંડવાનું રોપણ તા. ૨ ના સોમવારે સવારે ૬ વાગ્યે થશે. સવારે ૯ વાગ્યે મહાવિષ્ણ મંડપનો પ્રારંભ કરાશે. બપોરે ૩ વાગ્યે દિકરીઓના મામેરાનો પ્રસંગ તમેજ સાંજે ૪ વાગ્યે સંતો મહંતોના સામૈયા કરાશે. સાંજે ૬ વાગ્યે ધર્મસભા અને રાત્રે સંતવાણી થશે.

સમુહલગ્નમાં હસ્તમેળાપ તા. ૩ ના મંગળવારે સવારે ૯ વાગ્યે થશે અને સાંજે ૪ વાગ્યે જાનને વિદાય અપાશે.

બે દિવસીય આ અવસરે મહંતશ્રી સુખદેવજીબાપુ (દાણીધાર ધામ), મહંતશ્રી રાજુબાપુ (વારાધારી), મહંતશ્રી રવિદાસજી બાપ (ગરણીવારા), મહંતશ્રી ચતુરદાસજી બાપુ (ગરણીવારા), મહંતશ્રી મેરામદાસજી (રામવાડી, રાજકોટ), મહંતશ્રી જગજીવનદાસજી દાણીધારાીયા (આપા ઉકરડાની જગ્યા ખરેડી), મહંતશ્રી ભરતદાસજી ગોંડલીયા (ખીમદાસીજી બાપુની જગ્યા (મોવાયા), મહંતશ્રી ગોપાલદાસજી મેલાગાવ (જંબુ કાશ્મીર) ઉપસ્થિત રહી આશીર્વચનો આપશે.

(4:06 pm IST)