Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગુજરાત સહિત સમગ્ર દેશમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો : જલ્દી લેવા માંડો

TAT પાસ ઉમેદવારો માટે માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ ૧૭૯૬ જગ્યાઓ ઉપર ભરતી : કંડકટર, લાઇબ્રેરીયન, આસી. ડાયરેકટર, એપ્રેન્ટીસ, ઉર્દુ અનુવાદક, કાયદા અધિકારી, મેનેજર, ટેકિનશ્યન, આસી. પ્રોફેસર, કેન્સર ઇન્સ્ટીટયુટમાં ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ વિગેરેની જગ્યાઓ ભરાશે

રાજકોટ, તા. ર૯ : કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે પુષ્કળ નોકરીઓ સર્જાઇ રહી છે અને શિક્ષણ સહિતના ક્ષેત્રે રહેલી ખાલી જગ્યાઓ ભરવા માટે યુદ્ધના ધોરણે પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું ચિત્ર હાલમાં ઉપસી રહ્યું છે.

ગુજરાત તથા અન્ય રાજયોમાં અલગ-અલગ જગ્યાએ જુદી જુદી કેડરમાં અને જુદા જુદા ટ્રેડમાં પુષ્કળ ભરતીઓ ચાલી રહી છે તેની ઉપર નજર કરીએ તો...

*RFRI દ્વારા ૧૬-૧ર-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS), ટેકિનશ્યન વિગેરેની કુલ ર૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

http://icfre.org

*NIT  દિલ્હી દ્વારા ર૦-૧ર-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ એન્જીનીયર્સ વિગેરેની કુલ ૧પ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://nitdelhi.ac.in

* EESL  દ્વારા ૩૦-૧૧-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી મેનેજર વિગેરેની કુલ ર૩પ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલે છે. 

www.eeslindia.org

* નેવલ શીપ રીપેયર યાર્ડ દ્વારા ૧-૧ર-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૧૪પ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://apprenticeship.gov.in

* બિહાર સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ૩૦-૧૧-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે સહાયક ઉર્દુ અનુવાદક વિગેરેની કુલ ૧પ૦પ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.bssc.bih.inc.in

* ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ૩૦-૧૧-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ  સાથે ર૩૯૮ જગ્યાઓ માટે કંડકટરની ભરતી ચાલી રહી છે.

https://gsrtc.in

* મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૭-૧ર-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ ડાયરેકટરની કુલ ૩૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www.mppsc.nic.in

* રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RSMSSB) દ્વારા ૧-૧ર-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે લાયબ્રેરીયન ગ્રેડ-૩ ની કુલ ૭૦૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

http://rsmssb.rajasthan.gov.in

* સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના મનોવિજ્ઞાન ભવનમાં ૧૧ માસ માટે કરાર આધારીત આસીસ્ટન્ટ પ્રોફેસની એક જગ્યા માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૬-૧ર-ર૦૧૯ના રોજ બપોરે એક વાગ્યે મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ  ખાતે રાખેલ છે. ઓરીજનલ પ્રમાણપત્રો અને તેની ખરી નકલો સાથે ઉમેદવારોએ વિગતવાર અરજી બે નકલમાં લાવવાનું જણાવાયું છે.

* ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ, કમિશનરશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા ૩૦-૧૧-ર૦૧૯

(સાંજે ૬ વાગ્યા સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની (ગુજરાતી માધ્યમ) અલગ અલગ વિષયોમાં કુલ પપ૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. ખાલી જગ્યાઓમાં વધઘટ થવાની પણ સંભાવના રહેલી છે. ટીએટી પરીક્ષા  પાસ કરેલ અને મેરીટમાં આવનાર ઉમેદવારો પસંદગીને પાત્ર બનશે. કોમર્સ, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, ભુગોળ, ગુજરાતી, હિન્દી, ઇતિહાસ, ગણિત, શારીરિક શિક્ષણ, તર્કશાસ્ત્ર/તત્વજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રાજય શાસ્ત્ર, મનોવિજ્ઞાન, સંસ્કૃત, સમાજ શાસ્ત્ર, આંકડા શાસ્ત્ર   વિગેરે વિષયોમાં ભરતી થનાર છે.

    https://www.gserc.in

 * ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણીક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા ૩૦-૧૧-ર૦૧૯ (સાંજે ૬ વાગ્યા સુધી) ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ટીએટી પરીક્ષા પાસ કરનાર અને મેરીટમાં આવનાર ઉમેદવારો માટે સરકારી માધ્યમિક શાળાઓમાં કુલ ૧ર૩૯ શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા ચાલે છે. જેમાં ગુજરાતી માધ્યમમાં ૧ર૩૬ અને અંગ્રેજી માધ્યમમાં ૩ ઉમેદવારોની  ભરતી થનાર છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, શારીરિક શિક્ષણ, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન વિગેરે વિષયોમાં ભરતી થનાર છે. ખાલી જગ્યાઓમાં ફેરફાર શકય છે.

https://www.gserc .in

 * કોલેજ તથા યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જરૂરી  જીએસઆઇટી (ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ) ડીસેમ્બર મહિનામાં યોજાનાર છે જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૩૦-૧૧-૧૯ છે. પપ% સાથે અનુસ્નાતક થનાર તથા અનુસ્નાતક અભ્યાસક્રમની છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર ઉમેદવારો અરજીપાત્ર છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે અનુસ્નાતકમાં પ૦% હોવા જરૂરી છે. પરીક્ષાની સંભવિત તા. ર૯-૧ર-ર૦૧૯ છે.

https://www.gujaratset.ac.in

 * વિકાસ કમિશનરશ્રીની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા કાયદા અધિકારી વર્ગ-ર ની કરાર આધારીત એક જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.  અરજી રજીસ્ટર્ડ એ.ડી.થી મોકલવાની છે. સરનામું : વિકાસ  કમિશનર  કચેરી, ગુજરાત રાજય, ૧૬/ર, ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર. કવર ઉપર મોટા અક્ષરે 'કાયદા અધિકારી' ની જગ્યા માટેની અરજી તેમ લખવું.

https://panchayat.gujarat.gov.in

 *  ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા સૌરાષ્ટ્ર કેન્સર કેર સેન્ટર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ રાજકોટ માટે ૧ર-૧ર-૧૯ ની છેલ્લી અરજી તા. સાથે વિવિધ સ્ટ્રીમ-કોર્સીસ માટે ટીચીંગ પોસ્ટસ તથા નોન ટીચીંગ પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં. ૦૭૯રર૬ ૮૮૦૧ર,

www.gcriindia.org

 આટ આટલી લાખેણી નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મ વિશ્વાસ, પરિવાર તથા સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના અને ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. તમારી 'ડ્રીમ જોબ' સામે આવીને ઉભી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી અને અપડેટસ વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવા હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) 

(3:49 pm IST)