Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

નાટય સ્પર્ધામાં ઉત્સવ એકેડીમીના તાલીમાર્થીઓ મોખરે

રાજકોટઃ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ- ૨૦૧૯ની એકાંકી નાટય સ્પર્ધા પાલીતાણા ખાતે યોજાઈ ગઈ. જેમાં ગુલામહુસેન અગવાન નિર્મિત, કિશોર ઘેલાણી લિખિત અને શાહરૂખ પઠાણ દિગ્દર્શિત મૌલિક એકાંકી નાટક 'કસ્તુરી' દ્વિતીય ક્રમાંકે વિજેતા થયેલ છે. જેમાં રિમ્પલ નથવાણી, અમિત વાઘેલા, પ્રિતેશ પરમાર અને ઓમ ભટ્ટએ અભિનયના ઓજસ પાથર્યા હતા તથા સંગીત સંકલન અને સંચાલન ગુલામહુસેન અગવાન, પ્રકાશ, રચના અને સંચાલનઃ શાહરૂખ પઠાણ તથા નેપથ્યનું કાર્ય મેહુલ મેરએ સંભાળ્યંુ હતુ. જયારે એકપાત્રીય અભિનય સ્પર્ધામાં નિર્લોક પરમાર લિખિત 'પૃથ્વી'માં ખ્યાતિ દવે પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે. હવે આ બંને કૃતિઓ રાજયકક્ષાની હરિફાઈમાં ભાગ લેવા અમરેલી ખાતે જનાર છે.(મો.૯૭૧૨૫ ૪૪૨૫૬)

(3:46 pm IST)