Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગંજીવાડામાંથી રીક્ષામાં દારૂની ૩૬ બોટલ સાથે સુરજ ઉર્ફે દાઉદ પકડાયો

રાજકોટ તા. ર૯: શહેરના ગંજીવાડા મેઇન રોડ પરથી થોરાળા પોલીસે બાતમીના આધારે રીક્ષામાંથી દારૂની ૩૬ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદની સુચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ. એન. ગડુના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. ડી. જાદવ, હેડ કોન્સ્. બી. આર. વસાણી, કનુભાઇ ઘેડ, આનંદભાઇ પરમાર, રોહીતભાઇ કછોટ, સહદેવસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, આશીષભાઇ, દિપકભાઇ, ધર્મેન્દ્રસિંહ તથા નરસંગભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે આશીષભાઇ તથા ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે જીજે-૦૧ એકસ એકસ-૩ર૧ર નંબરની રીક્ષામાંથી રૂ. ૧૪૪૦૦ની કિંમતની દારૂની ૩૬ બોટલ સાથે સુરેશ ઉર્ફે દાઉદ રમેશભાઇ મકવાણા (ઉ.વ. ર૧) (રહે. ગંજીવાડા શેરી નં. ૩૬ ની સામે) ને પકડી લીધો હતો.

(3:36 pm IST)