Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મલ્યાલમ ફિલ્મ 'કુરૂપ'નું રાજકોટમાં શૂટીંગ : દુલકર સલમાન મુખ્ય ભૂમિકામાં

૧૯૭૨માં બનેલી સત્ય ઘટના ઉપર બની રહી છે બાયોપિક ફિલ્મ : ફિલ્મના ડાયરેકટરથી માંડી ૧૦૦ જેટલા ટીમની યુનિટનો કાફલો રાજકોટમાં : આર.કે.સી.માં શૂટીંગ ચાલુ

રાજકોટ : મલિયાલમ ફિલ્મ 'કુરૂપ' હાલમાં બની રહી છે અને તેનું શૂટીંગ રાજકોટમાં આર.કે.સી. સ્કુલમાં ચાલી રહ્યુ છે. ૧૯૭૨માં બનેલી સત્ય ઘટના ઉપર આ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં મલિયાલમ સુપરસ્ટાર દુલકર સલમાન અને શોભીતા ધુલીપાલા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેકટર શ્રીનાથ રાજેન્દ્રન છે. હાલમાં આ ફિલ્મનું શૂટીંગ રાજકોટ શહેરમાં આર.કે.સી.માં થઈ રહ્યુ છે. ત્રણથી ચાર દિવસ શૂટીંગ ચાલનાર છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રો ભજવી રહેલા મલયાલમ એકટર અને કારવા તથા ઝોયા ફેકટર જેવી હિન્દી ફિલ્મો કરી ચૂકેલો દુલકર સલમાન પોતાના અભિનય વડે બધાને આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે. હાલમાં દુલકર  દુબઈમાં ફિલ્મ કુરૂપનું શુટીંગ કરી રહ્યો છે. શુટીંગ દરમ્યાન આ અભિનેતાનો એક ફોટો લીક થયો છે. જેમાં તે દેસી લૂકમાં દેખાય છે. આ સિવાય તે ડિરેકટર જોય મેથ્યુની થ્રિલર ફિલ્મમાં પણ જોવા મળશે. જોય પહેલા સ્ક્રિપ્ટ રાઈટર હતા અને પછી તેઓ ડિરેકટર બન્યા છે.ઙ્ગઆ થ્રિલર ફિલ્મમાં દુલકર એકદમ જુદા અને પડકારજનક રોલમાં જોવા મળશે. દુલકરના ચાહકો તેને અલગ અલગ રોલમાં જોવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે દુલકર સાઉથ સુપરસ્ટાર મમૂટીનો દીકરો છે અને તે સારા વિષયની ફિલ્મો કરવાનું પસંદ કરે છે. તે સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં તો ખુબ જાણીતો જ છે જ, સાથે હવે બોલીવૂડમાં પણ તેના ચાહકો ઉભા થયા છે.  (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:49 am IST)