Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

નવજાત બાળકીઓને રૂ. ૧૦૦૦નો ચેક, કપડા અને મીઠાઇઃ 'પ્રિય બાળકી' યોજના શરૂ કરાવતા ડી.ડી.ઓ. દક્ષિણી

ધીકતાના..ધીકતાના..ધીકતાના.. બેટીયા તુમ ખુશીઓ કા ખજાના..

મહેસાણાના શંખલપુર ગામથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય દક્ષિણીએ 'પ્રિય બાળકી'યોજના પ્રારંભ કરાવેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ તા.૨૮: મહેસાણા મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર ગામથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય.દક્ષિણીએ ' પ્રિય બાળકી 'અંતર્ગત જિલ્લામાં નવીન જન્મ પામનાર બાળકીઓને રૂ.૧૦૦૦ નો ચેક,એક જોડી કપડાં અને ૫૦૦ ગ્રામ મીઠાઇ આપી બાળકીનું સન્માન કરવાની શરૂઆત કરાઇ છે. રાજ્યમાં મહેસાણા જિલ્લામાં પ્રેરણાદાયી આ પ્રકારના પગલાં થકી બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાનને બળ મળ્યું છે.મહેસાણા જિલ્લામાં દર મહિનાના બીજા શુકવારે સરપંચશ્રી અને તલાટી  દ્વારા ગામની નવીન જન્મેલ દિકરીનું સન્માન 'પ્રિય બાળકી યોજના' અંતર્ગત કરશે

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર ગામે બંધારણ દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.આ દિવસે યોજાયેલ ખાસ ગ્રામસભામાં બંધારણના આમુખનું ગ્રામજનો દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું.

 બંધારણ દિવસ નિમિત્તે ૧૯૫૦ પહેલાં જન્મેલ જે બંધારણના સાક્ષી બન્યા છે તેવા તમામ વડીલોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

બંધારણ દિવસ નિમિત્તે જિલ્લામાં બેટી બચાવો-બેટી પઢાઓ અંતર્ગત ખાસ કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી.જિલ્લામાં નવીન જન્મેલ દિકરીઓના સન્માન માટે 'પ્રિય બાળકી' નામ તળે રૂ.૧૦૦૦ નો ચેક,મીઠાઇ અને એક જોડ કપડાં આપવાની શરૂઆત કરાઇ છે. જે અંતર્ગત બંધારણ દિવસે ઓકટોબર માસમાં જન્મેલ આઠ બાળકીઓનું સન્માન શંખલપુર ગામે કરાયું હતું. આ આઠ દિકરીઓને રૂ.૧૦૦૦ ના ચેક, એક જોડી કપડાં અને મીઠાઇ આપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનીત કરાઇ હતી.દિકરીઓના સન્માન માટેનો આ કાર્યક્રમ ની મહેસાણા જિલ્લામાં શરૂઆત કરાયો છે. જે અંગેનો ખર્ચ ૧૪ માં નાણાં પંચના અનુંદાનમાંથી કરવામાં આવનાર છે.

(3:32 pm IST)