Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોવિડ કેર સેન્ટરમાં દર્દી અને તેમના સગાઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ

કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે હનુમાન જયંતી નિમિતે શ્રધ્ધાળુ દર્દીઓએ તેમના કોરોનાના રોગને ભુલી હનુમાન ચાલીસાના પાઠ કરી હકારાત્મક ઉર્જા મેળવી હતી. સેન્ટરના નોડલ ઓફિસર ડો. ઇલ્યાસ જુનેજાએ જણાવ્યું હતું કે, શહેરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા અહીં સારવાર લેતા દર્દીઓને તથા તેમનાં સગાંઓને હનુમાન ચાલીસાની પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓ તેમના રોગને ભુલીને સામુહિક હનુમાન ચાલીસાના પાઠમાં સામેલ થયા હતા.

(3:18 pm IST)