Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોનાને કારણે એસ. ટી. ની સ્થિતિ ખરાબઃ ડેપો ખાલીખમ

રાજકોટ :.. કોરોનાને કારણે સેંકડો બસો રાજકોટ એસ. ટી. ડીવીઝને ટ્રાફીક નહિ મળવાને કારણે રદ કરી નાખી છે, આજે પણ ર૦૦ બસો કેન્સલ કરાઇ છે, દરમિયાન સાવ ૧પ થી ર૦ ટકા મુસાફરો આવતા હોય ડેપો સૂમસામ બની ગયો છે, અમદાવાદ જતી એસ. ટી. વોલ્વોમાં ૧ પણ મુસાફરની એન્ટ્રી થઇ ન હતી, તો બીજી તસ્વીરમાં માંડ ગણ્યા ગાંઠયા મુસાફરોને કારણે ડેપો ખાલીખમ ભાંસતો નજરે પડે છે, સ્ટાફ આજે ખાલીખમ ડેપોને કારણે ભારે નિસાસા નાંખતા જોવા મળ્યા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:38 pm IST)