Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કોઠારીયાના નેહાબા ઝાલાને ધંધુકામાં પતિ-સાસુ-સસરા-જેઠનો દહેજ માટે ત્રાસ

મહિલા પોલીસ મથકમાં દહેજધારા હેઠળ ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૧૭: હાલ કોઠારીયા સ્વાતિ પાર્ક બ્લોક નં. ડી-૬૯માં રહેતાં નેહાબા હરેન્દ્રસિંહ ઝાલા (ઉ.૩૦)એ ધંધુકા રહેતાં પતિ હરેન્દ્રસિંહ હરૂભા ઝાલા, સસરા હરૂભા બનુભા ઝાલા, સાસુ હુલ્લાસબા તથા  જેઠ વિરભદ્રસિંહ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ તમામે ત્રાસ ગુજારી પિયરમાંથી વધુ દહેજ લાવવાનું કહી કાઢી મુકયાનો આરોપ મુકાયો છે.

નેહાબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ૨૦૧૪થી રાજકોટ મામાના ઘરે રહે છે. સંતાનમાં એક દિકરી છે. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા હરેન્દ્રસિંહ ઝાલા સાથે થયા છે. લગ્ન બાદ બધા સંયુકત પરિવારમાં પીપળ રહેતાં હતાં. એ પછી પતિની ભાવનગર બદલી થતાં ત્યાં રહ્યા હતાં. ત્યારબાદ સાસુ-સસરા, જેઠે નાની-નાની વાતે ઝઘડા કરી કરિયાવર ઓછો લાવી છો...તારા બાપા દારૂડીયા છે અને ભિખારી છે...કહી ચારિત્રય પર શંકા કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.  એ પછી ૨૦૧૪માં ધંધુકા જવાનુ બહાનુ કરી પોતાને ગાડીમાં બેસાડી પીયર ડેડકદડ લઇ ગયેલ. ત્યાં તમારી દિકરી નથી જોઇતી, રાખો...કહી પોતાને મુકીને પતિ સહિતના જતા રહ્યા હતાં. એ પછી કોર્ટ કેસ કર્યો હતો. સમાધાનના પ્રયાસો થતાં પોતાને તેડી જવાયેલ અને ૪૯૮નો કેસ બંધ કરાવી દેવાયો હતો.

ત્યારબાદ ફરીથી કરિયાવર બાબતે ત્રાસ ગુજારાયો હતો અને હવે તું વધુ કેસો કરીશ...એટલે તને મારી જ નાંખવી છે તેવી ધમકી આપી હતી. છેલ્લે ફરીથી પોતાને કાઢી મુકવામાં આવી હતી. તેમ ફરિયાદમાં જણાવાયું છે. એએસઆઇ નીતાબેન ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)