Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કેનાલ રોડ અને ભીસ્તીવાડમાંથી બે ટુવ્હીલર હંકારી જતાં ઉઠાવગીરો

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પર કલ્પવન સોસાયટી એટલાન્ટીક હાઇટ્સ બી-૮૦૪ આઠમા માળે રહેતાં ધીરેનભાઇ વલ્લભદાસ કંટારીયા (ઉ.૩૭)નું બાઇક જીજે૦૩એફજી-૫૫૮૬ રૂ. ૧૫ હજારનું કોઇ કેનાલ રોડ આશા કોમ્પલેક્ષ પાસે રોડ પરથી ચોરી જતાં એ-ડિવીઝનના પીએસઆઇ એ. વી. જોષીએ ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં ભીસ્તીવાડમાં ગુલઝારે મદિના મસ્જીદની બાજુમાં રહેતાં મુસ્તાકભાઇ કાસકભાઇ જુણાચ (ઉ.૩૩)નું હોન્ડા જીજે૩ડીજે-૩૮૩૧ રૂ. ૧૫ હજારનું કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં પ્ર.નગરના હેડકોન્સ. કનુભાઇ માલવીયાએ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)