Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

નાથદ્વારામાં શ્રીજીબાવાનું મંદિર પરિવર્તન ઝંખે છે

સર્વે વૈષ્ણવોનો સહકાર લઇ પુરતી જગ્યા પર નવુ જ નગર અને મંદિર વિકસાવાય તો સોનામા સુગંધ ભળ્યા જેવુ થાય

પરિવર્તન એ જગતનો અટલ સિધ્ધાંત છે અને જગતમાં દરેક ક્ષેત્રે એ જોવા મળે છે અને તે રીતે સુખ સગવડતા રૂપે સૌને અનુકુળ અને સુવિધારૂપે આનંદદાયક છે. એટલે જ પરિવર્તન થતુ જ રહે છે જે ખૂબ જ લોકભાગ્ય બને છે.

આજે ટેકનોલોજીને લઇને જગત એક થઇ રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં તેનો ઉપયોગ કરે છે. વાહન વ્યવહાર ખૂબ જ સુંદર રીતે મોટી સંખ્યામાં વિકસ્યો છે જેથી લોકો તેનો પુરો લાભ ઉઠાવે છે.

જગતમાં અનેક મંદિરોમાં, તેમજ જાહેર સ્થળોમાં પરિવર્તન થઇ રહ્યુ છે અને વિશાળતા સાથે પુરતી સુવિધાનુ પણ ધ્યાન રાખવામાં આવે છે. આમ લોકોની જરૂરીયાતને લઇને અનેક મંદિરો આધુનીક સગવડતા સાથે નવા સ્વરૂપમાં બનતા જાય છે.

આજે અમારા પુષ્ટી સંપ્રદાયનું મુખ્ય મંદિર જે નાથદ્વારામાં છે અને જગતમાં એક આગવુ સ્થાન ધરાવે છે. મોટી સંખ્યામાં બારે માસ વૈષ્ણવો દર્શન માટે આવે છે. તેવા અમારા શ્રીજીબાવા સૌના લાડલા પ્રભુ છે અને મંદિરમાં ખૂબ જ ભીડ રહેતી હોય પુરતી જગ્યાના અભાવે દર્શનમાં ખૂબ જ તકલીફ પડે છે. પુરતી સુવિધા જળવાતી નથી.

હાલનું મંદિર તેમજ ગામની પરિસ્થિતિને ધ્યાને લેતા ખૂબ જ પરિવર્તનની જરૂર છે તો આ અંગે વિચારવાનો સમય આવી ગયો છે.

શ્રીજીબાવાની ઇચ્છાને ધ્યાને લઇને આ પ્રેરણા થઇ એમ માનીએ તો એક સુચન નીચે મુજબ કરૂ છુ.

હાલનું મંદિર તેમજ પરિસર ઘણું જ નાનુ છે અને તેને આધુનીક સુવિધા રૂપે ફેરફાર માટે પુરતી જગ્યા મળતી નથી. માટે જો બીજી વિશાળ જગ્યા લઇને ત્યાં પુરતી સગવડતા સાથે એક આખુ નવુ નગર તેમજ નવુ જ મંદિર કે જેમાં સંપુર્ણ સગવડતા હોય તે રીતે બને તો વિશેષ પ્રભાવ વધે. લોકોનો જરૂર સાથ સહકાર મળે અને સૌને આમા સુવિધા મળતા આનંદ થશે.

સુંદર મંદિર અને આધુનીક નગરરૂપે જાહેર આમંત્રણ આપી સુંદર પ્લાન અને નગરમાં અનેક સુવિધા સાથે એક મોડલ પ્લાન બનાવી લોકો સમક્ષ મુકાય તો ખૂબ જ સાથ સહકાર મળશે જે જરૂરી છે.

પુષ્ટી સંપ્રદાય ઘણો જ મોટો છે અને લોકો શ્રીજીબાવાને અનેક રીતે લાડ લડાવે છે. આ કાર્યમાં સર્વે વૈષ્ણવોનો સાથ સહકાર અચુક મળશે.

સ્થાનિક લોકોને હાલ જે ધંધા રોજગાર માટે જગ્યા ફાળવેલ છે તેઓને આ નવા આયોજનમાં આમંત્રીત કરીને તેઓની સુવિધાનો ખ્યાલ રાખીને સમાવેશ થતા તેઓનો પણ સાથ સહકાર જરૂર મળશે.

જેમ જેમ નવી નવી સોસાયટી વિશાળ જગ્યામાં બનતી જાય છે તેમ આ નવા મંદિરમાં પણ સુંદર રીતે એક નગરરૂપે સ્થાન ધરાવશે.

હાલ નવી નવી હોટલો, રિલાયન્સનું સુંદર રેસ્ટ હાઉસ તેવી જ રીતે હાલનુ ન્યુકોટેજ અને તેની સાથેનુ દમદાર ધામ જે ખૂબ જ આધુનીક સગવડો સાથે બનતા લોકો ખૂબ જ આનંદ અનુભવશે. આ કાર્યમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ ઉપયોગી બનશે. થોડા સમય પહેલા ન્યુઝ પેપરમાં વાચવામાં આવેલ કે મુંબઇની બાજુમાં રિલાયન્સ નવુ નગર બનાવે છે તો આ પ્રોજેકટમાં પણ તેમની સલાહ સુચન જરૂર લેવાય.

હાલના મંદિરની જગ્યા ઘણી જ નાની છે અને તેમા સુધારા વધારા કરવા તે યોગ્ય નથી ખૂબ જ ઉબડ ખાબડ પગથીયા અને દરેક જગ્યામાં ઉચુ નિચુ ચડાણ છે  જે વિશાળ ન હોવાને લઇને વૈષ્ણવ ખૂબ જ હાલાકી ભોગવે છે. આનુ નિરાકરણ માત્ર નવુ સંકુલ જ છે.

શ્રીજીબાવાને આ સુંદર સુવિધા સાથેનુ મંદિર તેમજ નગર આયોજન ગમશે જ અને તેના આશિર્વાદ પણ મળશે તો આપણે સર્વે વૈષ્ણવ પ્રભુને પ્રાર્થના સાથે વંદન કરીએ કે તેની પ્રેરણા આ કાર્યમાં મળે.

સર્વ વૈષ્ણવોને (મારા) હરિકાન્ત હ. સેવક, ૩-કોલેજવાડી, રાજકોટના જયશ્રી કૃષ્ણ

(3:50 pm IST)