Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

શનિવારે મુખ્યમંત્રીના હસ્તે રૂ.રરર.૬ કરોડના વિકાસલક્ષી પ્રોજેકટ્સના લોકાર્પણ-ખાતમુહુર્ત

વોર્ડ નં.૯માં નિર્માણ પામેલ અદ્યતન લાયબ્રેરી, શાળા નં.૮૮ના બિલ્ડીંગ તથા ભારતનગરમાં ૩૧૪ આવાસો અને ર૦ દુકાનોનું લોકાર્પણ : રૂડાના ૧૧૧૮ આવાસો, કોમ્યુનિટી હોલ, શાળા નં. ૧૯ ના બિલ્ડીંગ સહિત વિવિધ ખાતમુહુર્ત કાર્યક્રમો

રાજકોટ તા. ૧૭ : આગામી તા.ર૦ જુલાઇના રોજ રાજકોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ.રરર.૬ કરોડના વિકાસલક્ષી પ્રોજેકટસના લોકાર્પણ અને ખાતમુહુર્ત થનાર છે. જેમાં સવારે ૧૦-૩૦ વાગ્યે પેરેડાઇઝ હોલ સામે યોજાનાર કાર્યક્રમમાં રૂ.૧૭.૧ર કરોડના ખર્ચના વિવિધ પ્રોજેકટસ તેમજ ત્યારબાદ સવારે ૧૧-૪પ કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં યોજાનાર કાર્યક્રમમાં રૂ.ર૦પ.૪૮ કોડના જુદા જુદા પ્રોજેકટસનો સમાવેશ થાય છે. પેરેડાઇઝ હોલ સામે યોજાનાર કાર્યક્રમમા લાઇબ્રેરીનું લોકાર્પણ, કોમ્યુનીટી હોલનું ખાતમુહુર્ત, ચાર શાળાઓના નવા બિલ્ડીંગ, નવા રૂમ વગેરેના લોકાર્પણ અને ખાતમૂહુર્ત અને સ્વચ્છ સર્વેક્ષણના વિજેતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન વગેરેનો સમાવેશ થાય છે. જયારે સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં યોજાનાર કાર્યક્રમાં રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજના હેઠળ ૩૧૪ આવાસ અને ર૦ દુકાનોનું લોકાર્પણ 'રૂડા' દ્વારા વિવિધ કેટેગરીમા નિર્માણ પામનાર કુલ ૧૧૧૮ આવાસોના પ્રોજેકટનું ખાતમુહુર્ત, કોઠારીયા ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્તુ અને રૈયા ખાતે સ્કાડા આધારીત વોટર ટ્રીટમેન્ટ પ્લાનું લોકાર્પણ થનાર છે. તેમ મેયર બિનાબેન આચાર્ય સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

 આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાાણે  મહાનગરપાલિકા દ્વારા તા.૨૦ના રોજ સવારના ૯ૅં૪૫ કલાકે, પેરેડાઈઝ હોલની સામે, વોર્ડ નં.૦૯માં નિર્માણ પામેલ અદ્યતન લાઈબ્રેરી તેમજ સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.૪૯, મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮ના બિલ્ડીંગનું લોકાર્પણ તથા કોમ્યુનિટી હોલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તથા જે.

જે. પાઠક શાળા નં.૧૯ના બિલ્ડીંગનું ખાતમુહુર્ત તથા સવારના ૧૧ૅં૧૫ કલાકે, ભારતનગર અંબિકા ટાઉનશીપ રોડ,  સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં ભારતનગર સ્લમ રિ-ડેવલપમેન્ટ માટે પીપીપી હેઠળ નિર્માણ પામેલ આવાસો તથા દુકાનોનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયરબિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશ. તેમસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા તથા ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર એક સંયુકત યાદીમાં જણાવાયુ છે.

અદ્યતન લાયબ્રેરી તથા શાળા નં.૮૮નું લોકાપર્ણ

    આ કાર્યક્રમમાં રૂ.૫.૨૭ કરોડના ખર્ચે અદ્યતન લાઈબ્રેરી તથા રૂ.૦.૮૦ કરોડ, રૂ.૦.૭૫ કરોડના ખર્ચે શાળા નં.૮૮ના બિલ્ડીંગનું લોકાર્પણ ઉપરાંત, વોર્ડ નં.૯માં રૂ.૮.૫૧ કરોડના ખર્ચે કોમ્યુનીટી હોલ રૂ.૧.૩૯ કરોડના ખર્ચે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને રૂ.૦.૪૨ કરોડના ખર્ચે શાળા નં.૧૯ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત મળી, કુલ રૂ.૧૭.૧૪ કરોડના ખર્ચે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

ભારતનગરમાં ૩૧૪ આવાસ વિનામૂલ્યે ફાળવાામાં આવશે

આ કાર્યક્રમમા ભારતનગરમાં રૂ.૩૪.૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૩૧૪ આવાસ લાભાર્થીઓને વિનામુલ્યે ફાળવવામાં આવશે. આ ઉપરાંત, રૂડા દ્વારા રૂ.૧૨૦ કરોડના ખર્ચે, ચ્ષ્લ્-૧-૨ ના ૧૧૧૮ આવાસોનું, કોઠારીયા રોડ ખાતે રૂ.૨૦.૭૫ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ રૈયાધાર ખાતે રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે ૫૦  સંસ્થાનો વોટર ટ્રીટટમેન્ટ પ્લાન્ટ તથા  નું ખાતમુહૂર્ત, આમ કુલ રૂ.૨૦૫.૦૫ કરોડના ખર્ચે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ  મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતી મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડાઙ્ખ.જૈમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર,  વોર્ડ નં.૧૧ ઘનશ્યામસિંહ એ. જાડેજા, પરેશભાઈ હરસોડા, વસંતબેન માલવી, પારૂલબેન ડેર વિગેરે ઉપસ્થિત રહેશે તથા  વોર્ડ નં.૦૯ શિલ્પાબેન જાવિયા, રૂપાબેન શીલુ વિગેરે ઉપસ્થિત રહેશે.

(3:20 pm IST)