Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

માલિયાસણના કારખાનેદાર મહેન્દ્ર અને મિત્ર જીતુ પર પંચાસીયામાં સશસ્ત્ર હુમલો

બહેનને ભગાડી જનારો રમણિક તેના ગામ પંચાસીયામાં આવ્યાની માહિતી પરથી ત્યાં તપાસ માટે જતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૭: કુવાડવા રોડ માલિયાસણમાં રહેતાં અને પટેલ નગરમાં ગેસ લાઇટરનું કારખાનુ ધરાવતાં ચમાર યુવાન મહેન્દ્ર દાનાભાઇ પરમાર (ઉ.૨૦) અને તેના મિત્ર થોરાળામાં રહેતાં જીતુ લક્ષમણભાઇ પરમાર (ઉ.૨૫) ઉપર વાંકાનેરના પંચાસીયા ગામે મોહનભાઇ ચાવડા, તેના પુત્ર દિલીપ, પત્નિ ગીતાબેન અજાણ્યા શખ્સોએ છરી-કુહાડી-ધારીયા-ધોકા-પાઇપથી હુમલો કરી બંનેને ઘાયલ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મહેન્દ્રના કહેવા મુજબ તેની બહેનને થોડા દિવસો પહેલા પંચાસીયા ગામના મોહનભાઇનો વચેટ દિકરો રમણિક ભગાડી ગયો છે. આ બંને ગઇકાલે તેના ગામ પંચાસીયામાં આવ્યા હોવાની માહિતી મળતાં પોતે અને મિત્ર જીતુ બાઇક લઇને કારખાનેથી પંચાસીયા મોહનભાઇના ઘરે બહેન બાબતે પૃછા કરવા જતાં મોહનભાઇ સહિતનાએ હુમલો કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(12:04 pm IST)