Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ, અનુ.જાતિ લઘુમતિ મોરચાની બેઠક

રાજકોટ : ભાજપા સંગઠન પર્વ સદસ્યતા અભિયાન ૨૦૧૯ સંદર્ભે રાજકોટ જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા, અનુ.જાતિ મોરચા, લઘુમતી મોરચા દ્વારા અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપ આઇ.ટી.એસ.એમ.ના ઇન્ચાર્જ હીરેનભાઇ જોશી સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી સંગઠન પર્વની માહીતી આપી હતી. જનતા વચ્ચે જઇ ભાજપા સંગઠન પર્વની ઉજવણી કરી વધુમાં વધુ સદસ્યો બનાવી ભાજપાની વિચારધારા સાથે લોકોને જોડવા આ તકે અપીલ કરાઇ હતી. ઓનલાઇન અને ઓફલાઇન ભાજપમાં સદસ્યોને જોડવા તબકકાવાર માર્ગદર્શન અપાયુ હતુ. આ સમારોહમાં નરેન્દ્રબાપુ સોલંકીએ ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચનમાં દરેક સમાજને સાથે લઇ આગળ વધવા જણાવ્યુ હતુ.

(12:03 pm IST)