Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કોર્પોરેશનની કલાર્કની આંતરીક પરીક્ષામાં 'સ્માર્ટ' છબરડા ? આન્સર કી સામે વાંધા ઉઠયા

૧૦ જગ્યા માટે ૩૩ કર્મચારીઓ બન્યા ઉમેદવારઃ તંત્ર મુંઝવણમાં

રાજકોટ, તા., ૧૬: તાજેતરમાં મ્યુ.કોર્પોરેશનની ઓડીટ શાખામાં કલાર્કની  ભરતી માટે લેવાયેલ ખાતાકીય પરીક્ષનાં પેપરમાં છબરડા જોવા મળતા ઉમેદવારોએ આન્સર કી સામે પડકારો ફેંકયા છે. આ અંગે નિર્ણય લેવામાં તંત્ર મુંઝવણમાં હોવાનું કોર્પોરેશનની લોબીમાં ચર્ચાય રહ્યુ છે.

 આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ.કોર્પોરેશનની ઓડીટ શાખામાં કલાર્કની ૧૦ જગ્યા ભરવા ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મ્યુ.કોર્પોરેશનનાં વર્ગ-૪નાં ૩૩ કર્મચારીઓએ પરીક્ષા આપી હતી.

જયારે ઉમેદવારોનાં હાથમાં પેપર આવતા ૪ જેટલા પ્રશ્નોનાં જવાબમાં તેઓ મુંઝવણમાં મુકાય ગયા હતા. તંત્ર દ્વારા આન્સર કી જાહેર કરવામાં આવતા આન્સર કી સામે ઉમેદવારોએ પ્રશ્નો ઉઠાવી અને આ આન્સર કી માં ત્રણથી ચાર ઉતરો ખોટા હોવાની વાંધા અરજી રજુ કરી છે.

નોંધનીય છે કે ઉમેદવારોએ જણાવેલ કે પરીક્ષાની આન્સર કીમાં દર્શાવ્યા મુજબ એરપ્લેનનું પાર્કીગ, કોમપ્યુટર સહિતનાં ત્રણ-ચાર પ્રશ્નોનાં જવાબમા઼ છબરડાઓ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષામાં મ્યુ.કોર્પોરેશનનાં વર્ગ-૪નાં ગ્રેજયુટ કર્મચારીઓની લાયકાત ગણવામાં આવતા સૌથી વધુ સોલીડ વેસ્ટ શાખાનાં ૧૦ તથા ઓડીટ શાખાનાં ૭ જેટલા ર્કમચારીઓ સહિત ૩૩ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

(3:29 pm IST)