Gujarati News

Gujarati News

તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૭ બુધવાર

અમેરીકાના ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં સુધારો કરતુ એક બીલ રીપબ્‍લીકન પાર્ટીના ચાર સભ્‍યોએ સંયુક્‍ત રીતે હાઉસમાં રજુ કર્યુઃ આ બીલમાં કૌટુમ્‍બીક આધારિત મોટા ભાગની તમામ કેટેગરીઓને નેસ્‍ત નાબુદ કરવાની ભલામણ કરવામાં આવેલ છેઃ અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિ પોતાના પતિ-પત્‍નિ તથા સંતાનોને અત્રે બોલાવી શકશેઃ માતા પિતાને નિયત કરેલા સમય સુધી રહી શકશે અને તે પૂર્ણ થતા પહેલા આ દેશ છોડવો પડશેઃ વીઝા લોટરી ગ્રીનકાર્ડ પ્રોગ્રામ રદ કરાશેઃ કળા કૌશલ્‍ય ધરાવનાર વ્‍યક્‍તિઓને વિશેષ પ્રમાણમાં વીઝા અપાશેઃ અમેરીકન સીટીઝન પોતાના ભાઇ બહેનને હાલમાં અમેરીકા બોલાવી શકે છે પરંતુ આ પ્રથાનો નવા બીલમાં સમાવેશ કરવામાં આવેલ નથીઃ તેવી રીતે ગ્રીનકાર્ડ હોલ્‍ડર પોતાના પરિવારના સભ્‍યોને બોલાવી શકશે કે કેમ તે અંગે સમગ્ર અમેરીકામાં ચિંતાની લાગણી: access_time 10:54 pm IST

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જાન્‍યુઆરી માસની રરમી તારીખને સોમવારે સાંજે સેનેટ અને હાઉસના સભ્‍યોએ જે બીલ પસાર કરેલ તેના પર હસ્‍તાક્ષર કરતા બંધ પડેલ કેન્‍દ્ર સરકારનુ વહીવટી તંત્ર કાર્યવંત બન્‍યુઃ બંન્‍ને પાર્ટીના રાજકીય આગેવાનોને પરસ્‍પર અવિશ્વાસની લાગણી હોવાથી સમગ્ર બીના ટલ્લે ચઢી ગઇ હતી પરંતુ રીપબ્‍લીકન પાર્ટીના નેતા મીચ મેકોનલે સેનેટરોને યોગ્‍ય ખાત્રી આપતા તેમના વકતવ્‍ય પર ભરોશો રાખી ડેમોક્રેટીક પક્ષના ૩૩ જેટલા સભ્‍યોએ હકારાત્‍મક વલણ અપનાવી બીલને મત આપ્‍યોઃ ચીલ્‍ડ્રન હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ પ્રોગ્રામ આગામી છ વર્ષ સુધી કાર્યવંત રહેશેઃ આગામી ફેબ્રુઆરી માસની ૮ મી તારીખ સુધીજ ડેમોક્રેટીક પાર્ટીનો શરતી ટેકો રહેશે અને ત્‍યાર બાદ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ અન્‍ય માર્ગો શોધવા પડશે: access_time 10:55 pm IST

તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૬ મંગળવાર
તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૫ સોમવાર

ફેબ્રુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત પહેલી કેટેગરી સિવાય આ વિભાગમાં અન્‍યતમામ કેટેગરીઓ ત્રણથી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છેઃ અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગમાં બીજી ત્રીજી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અનુક્રમે બેથી ચાર અઠવાડીયા આગળ વધેલ છેઃ જયારે આ વિભાગમાં ૧લી, ૪ થી તેમજ પમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલે છે જયારે ધાર્મિક વ્‍યકતીઓની કેટેગરીઓમાં હાલમાં અશક્‍ય પરિસ્‍થિતિ હોવાથી કોઇ પણ વ્‍યક્‍તિ આ માસ દરમ્‍યાન અમેરિકા આવવા અરજી કરી શકશે નહીઃ અને જો તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે તો સત્તાવાળાઓ તેનો સ્‍વીકાર કરશે નહી: access_time 12:05 am IST

તા. ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૪ રવિવાર
તા. ૨૦ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૩ શનિવાર