Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

અમેરિકામાં ઇમીગ્રન્‍ટસ તરીકે સ્‍થાયી થઇ નાગરિકત્‍વ મેળવનાર વિદેશીઓમાં ભારતીયો મોખરે : ૨૦૦૫ થી ૨૦૧૫ ની સાલ દરમિયાન અમેરિકા ગયેલા ભારતીયો પૈકી ૮૦ ટકાએ નાગરિકત્‍વ મેળવી લીધુ : પ્‍યુ રીસર્ચ સેન્‍ટરનો સર્વે

વોશીંગ્‍ટન : અમેરિકામાં ઇમીગ્રન્‍ટ તરીકે સ્‍થાયી થઇ નાગરિકત્‍વ મેળવનાર વિદેશીઓની સંખ્‍યામાં ભારત મોખરે હોવાનું પ્‍યુ રીસર્ચ સેન્‍ટરના સર્વે માં બહાર આવ્‍યું છે.

આ સર્વે મુજબ ૨૦૦૫થી ૨૦૧૫ની સાલમાં એક દશકામાં ઇમીગ્રન્‍ટસ તરીકે આવેલા તથા અમેરિકાનું નાગરિકત્‍વ મેળવનાર ૮૦ ટકા ભારતીયો હતા. જે પ્રમાણે ૨૦૦૫ની સાલમાં ૬૯ ટકા હતું. તેમાં ૧૨ ટકા જેટલો વધારો નોંધાયો છે. સાથોસાથ આફ્રિકા થી ઇમીગ્રન્‍ટસ તરીકે આવી નાગરિકત્‍વ મેળવનાર સંખ્‍યામાં પણ સમાન એટલે કે ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:30 pm IST)