Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

‘‘પિસ થ્રુ સ્‍પિરીચ્‍યુઆલીટી'' : યુ.એસ.ના શિકાગોમાં આવેલા બ્રહ્માકુમારી સેન્‍ટરમાં યોજાઇ ગયેલું વ્‍યાખ્‍યાન : પંડિતશ્રી અનિલ જોષી તથા બ્રહ્માકુમારી સુશ્રી જયોત્‍સનાબેને કર્મયોગ, જ્ઞાનયોગ તથા ભકિતયોગનું મહત્‍વ સમજાવ્‍યું : ધ્‍યાનયોગ દ્વારા આંતરિક શાંતિ મેળવવા માર્ગદર્શન આપ્‍યું

શિકાગો : યુ.એસ.માં શિકાગોમાં આવેલા બ્રહ્માકુમારી સેન્‍ટરના ઉપક્રમે તાજેતરમાં ૬ જાન્‍યુ. ના રોજ વોટરફોર્ડ બેન્‍કવેટ એન્‍ડ કોન્‍ફરન્‍સ સેન્‍ટર ખાતે ‘‘પિસ થ્રુ સ્‍પિરીચ્‍યુઆલીટી '' પ્રોગ્રામ યોજાઇ ગયો.

આ પ્રોગ્રામમાં મુખ્‍ય વકતા તરીકે પંડિતશ્રી અનિલ જોશી તથા બ્રહ્માકુમારી સુશ્રી જયોત્‍સનાબેનએ ઉદબોધન કર્યુ હતું. જે અંતર્ગત શ્રીમદ ભગવત ગીતામાં દર્શાવાયેલા કર્મયોગ, જ્ઞાનયોગ તથા ભકિતયોગની છણાંવટ કરી હતી તથા ધ્‍યાનયોગ દ્વારા આંતરિક શાંતિ મેળવવા વિષયક માર્ગદર્શન આપ્‍યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:33 pm IST)