Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ટેક્ષાસ રાજયના સેન એન્‍ટોનીયો ટાઉનના રહીશ હસમુખ પટેલને ગોળી મારી હત્‍યા કરનાર આરોપીની સમીક્ષા અરજી સુપ્રીમ કોર્ટે રદ કરીઃ ૨૦૦૪ના વર્ષમાં બનેલી આ દુઃખદ ઘટનામાં આરોપી ક્રિસ્‍ટોફર યંગને થયેલી દેહાંત દંડની સજા કાયમી રહીઃ ભારતીયોમાં પ્રસરેલી આનંદની લાગણી

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ટેક્ષાસ રાજયના સેન એન્‍ટોનીયો ટાઉનમાં એક કન્‍વીનીયન્‍સ સ્‍ટોરના માલિક હસમુખ પટેલની ગોળી મારીને હત્‍યા કરવાના કિસ્‍સામાં યંગની સમક્ષી અરજી સુપ્રીમકોર્ટના ન્‍યાયાધીશે રદ કરતા આરોપીને કરવામાં આવેલી સજા કાયમ રહેવા પામેલ છે આથી ભારતીય પરિવારના સભ્‍યોમાં આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.

આકરૂણ ઘટનાની વિગતોમાં જાણવા મળે છે તેમ એક મહીલા ગોળીબારનો ભોગ બનેલ હસમુખ પટેલના કન્‍વીનીયન્‍સ સ્‍ટોર પર પોતાની નોકરી પૂર્ણ કરીને માલ સામાન લેવા આવી હતી તે વેળા પોતાની કારમાંથી તે સ્‍ટોરમાં જવાની તૈયારી કરતી હતી તે વેળા ક્રિસ્‍ટોફર યંગ નામો એક વ્‍યક્‍તી તેની પાસે આવ્‍યો હતો અને તેણીની કારમાજ તેનું અપહરણ કરી હતો અને તેના પર જાતીય હૂમલો કર્યો હતો અને તેણીની કાર લઇને ભાગી છૂટયા બાદ તે ઇન્‍ડીયન અમેરીકન હસમુખ પટેલના કન્‍વીનીયન્‍સ સ્‍ટોર પર આવ્‍યો હતો અને તે વેળા હસમુખ પટેલ પાસે નાણાંની માંગણી કરી હતી અને ત્‍યાર બાદ પોતાની ગત વડે આ સ્‍ટોરના માલિક હસમુખભાઇ પટેલની છાતીમાં ગોળી મારી હતી.

સત્તાવાળાઓને આ કરૂણ ઘટનાની જાણ થતા તેઓ બનાવના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને જરૂરી તપાસના અંતે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ ન્‍યાયી અદાલતમાં ચાલતા સત્તાવાળાઓએ તમામ પુરાવાઓ અદાલતમાં રજુ કર્યા હતા અને જયુરીના સભ્‍યોએ તેને તકસીરવાન કેરવી દેડાંત દંડની સજા ફરમાવી હતી આ અંગે વડા અદાલતમાં આ સજાની સમીક્ષા કરવામાં આવતા તે અંગેની અરજી અદાલતે માન્‍ય રાખી ન હતી અને દેહાંત દંડની સજા કાયમ રાખી હતી.

આ અંગેની હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ થોડા સમય બાદ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે એવું સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળે છે.

(10:56 pm IST)