Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

માસૂમ બાળકોને ઘેર એકલા મુકી બહાર જતા રહેવાનું કૃત્‍ય ગૂનાહિત ગણવા રજુઆત : યુ.એસ.ના ટેકસાસમાં ભારતીય મૂળના દંપતિએ દતક લીધેલી બાળકી શેરીનનું મોત થતા થઇ રહેલી વિચારણાં

ટેકસાસ : અમેરિકાના ટેકસાસમાં માસૂમ બાળકોને ઘેર એકલા રાખી બહાર જતા રહેવાનું કૃત્‍ય ગૂનાહિત ગણવા સ્‍થાનિક કાર્યકરો તથા અગ્રણીઓ દ્વારા સરકાર સમક્ષ રજુઆત થઇ રહી છે.

જે માટે ટેકસાસમાં ભારતથી દતક લીધેલી ૩ વર્ષીય માસુમ બાળકીને એકલી ઘેર રાખી બહાર જતા રહેનાર ઇન્‍ડિયન અમેરિકન દંપતિ વેસ્‍લે મેથ્‍યુ તથા સિની મેથ્‍યુ ઉપર આ બાળકીની હત્‍યાનો આરોપ છે. જે મૃત્‍યુ થયું તે દિવસે રાત્રે ગૂમ જણાઇ હતી. તથા તે ગૂમ થયા બાદ દંપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બાળકીનો મૃતદેહ બાદમાં મળી આવ્‍યો હતો. આમ માસૂમ બાળકને એકલા ઘેર રાખવાનું પરિણામ ભયંકર આવી શકે છે. તે બાબત ધ્‍યાને લઇ કાયદો લાવવાનું વિચારાઇ રહ્યું છે.

જો કે શેરીનના કેસમાં તેની હત્‍યા ખુદ પાલક પિતાએ જ કર્યાનો આરોપ છે. જેણે દુધ પીવા જેવી સામાન્‍ય બાબતનો ઇન્‍કાર કરતાં તેને બેરહેમ પણે માર મારી ઘર બહાર કાઢી મૂકી દંપતિ બહાર જતુ રહ્યું હતું તેવો આરોપો છે.

(11:32 pm IST)