Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

યુ.એસ.માં ઇમીગ્રેશન ફોરમના ઉપક્રમે ૨૫ જાન્‍યુ. ના રોજ વિવિધ પ્રકારના વીઝા તથા સીટીઝનશીપ અંગે ચર્ચા બેઠક : કેલિફોર્નિયાના એનાહાઇમ મુકામે યોજાનાર આ બેઠકમાં H-1B, TN, E-3 વીઝા, લગ્ન બાદ મળતા ગ્રીન કાર્ડ, વર્ક વીઝા, ફેમિલી બેઝ ઇમીગ્રેશન સહિતની બાબતો અંગે માર્ગદર્શન તથા માહિતી અપાશે

અનાહેમ : યુ.એસ.માં ઇમીગ્રેશન ફોરમના ઉપક્રમે ૨૫ જાન્‍યુ ૨૦૧૮ ગુરૂવારે સાંજે ૬ થી ૮ વાગ્‍યા દરમિયાન જુદા જુદા પ્રકારના વીઝા અંગે માર્ગદર્શન તથા નાગરિત્‍વ માટે માહિતી આપવાનું આયોજન કરાયું છે.

કેલિફોર્નિયામાં, બુકહર્સ્‍ટ કોમ્‍યુનીટી સેન્‍ટર, ૨૨૭૧, ક્રિસન્‍ટ એવ, એનાહાઇમ મુકામે યોજાનાર આ ચર્ચા બેઠકમા ણ્‍-૧ગ્‍,વ્‍ફ,ચ્‍-૩ સહિતના વીઝા, લગ્ન બાદ મળતા ગ્રીન કાર્ડ, ફેમિલી બેઝ ઇમીગ્રેશન, એમ્‍પલોયમેન્‍ટ સ્‍પોન્‍સરશીપ ફોર ગ્રીન કાર્ડ, વર્ક વીઝા આફટર ગ્રેજયુએશન તથા વીઝા નિયમોમાં થયેલા છેલ્લા ફેરફારો અંગે માહિતી તથા માર્ગદર્શન અપાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:34 pm IST)