Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અમેરિકાએ 2021 ની સાલ માટે H-1B વિઝાની મર્યાદા 65 હજાર નક્કી કરી : નવું વર્ષ 1 ઓક્ટો.2020 થી શરુ થશે

વોશિંગટન : અમેરિકા જવા માટે વિદેશોના કુશળ કર્મચારીઓમાં ખુબ લોકપ્રિય H-1B વિઝા માટે અમેરિકાએ 2021 ની સાલ માટે 65 હજારની મર્યાદા નક્કી કરી છે.
ઉલ્લેખનીય છે કે ફિસ્કલ વર્ષ 1 ઓક્ટો.2020 થી શરૂ થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ 65 હજાર ઉપરાંત વધારાના 20 હજાર વિઝા અમેરિકામાંથી  ઉચ્ચ ડિગ્રીઓ મેળવનાર વિદેશીઓને અપાશે 

(1:35 pm IST)
  • રાજકોટમાં ગરમીમાં વધારો : પારો ૩૭.૬ ડિગ્રીએ પહોંચી ગયો : શહેરમાં દિન પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે : આજે સાંજ સુધીમાં પારો ૩૮II થી ૩૯ ડિગ્રીએ પહોંચી જવાની સંભાવનાઃ આકરા તાપ સાથે ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:17 pm IST

  • છેલ્લા અહેવાલ મુજબ બપોરે ૩:૩૦ વાગ્યે : વિશ્વમાં કોરોના વાયરસના કેસ સવા સાત લાખને વટી ગયા : કુલ કેસ ૭,૩૧,૩૮૯ થયા છે : કુલ મૃત્યુ ૩૪૬૫૪ થયા અને રીકવર ૧,૫૪,૪૩૦ થયા છે : યુએસએમાં કુલ કેસ ૧,૪૨,૭૩૭ અને મૃત્યુ ૨૪૮૯ થયા છે : રીકવર ૪૫૬૨ થયા છે access_time 1:02 am IST

  • એલ એન્ડ ટીએ વડાપ્રધાન રાહત ફંડમાં ૧૫૦ કરોડ આપવાનું જાહેર કર્યુ access_time 4:27 pm IST