News of Monday, 30th March 2020
અમેરિકાએ 2021 ની સાલ માટે H-1B વિઝાની મર્યાદા 65 હજાર નક્કી કરી : નવું વર્ષ 1 ઓક્ટો.2020 થી શરુ થશે
વોશિંગટન : અમેરિકા જવા માટે વિદેશોના કુશળ કર્મચારીઓમાં ખુબ લોકપ્રિય H-1B વિઝા માટે અમેરિકાએ 2021 ની સાલ માટે 65 હજારની મર્યાદા નક્કી કરી છે.
ઉલ્લેખનીય છે કે ફિસ્કલ વર્ષ 1 ઓક્ટો.2020 થી શરૂ થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ 65 હજાર ઉપરાંત વધારાના 20 હજાર વિઝા અમેરિકામાંથી ઉચ્ચ ડિગ્રીઓ મેળવનાર વિદેશીઓને અપાશે
(1:35 pm IST)