Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

હવે વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ અમેરિકામાં રોકાઈ ગયેલા વિદેશીઓ ઉપર તવાઈ : ધરપકડનો દોર પ્રાથમિક તબક્કે શરૂ થતા નાસભાગનો માહોલ : ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ચૂંટણી જીતવા માંગતા હોવાથી રાજકીય પગલું ભરી રહ્યા હોવાનો વિપક્ષોનો આક્ષેપ

વોશિંગટન : અમેરિકામાં  વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ ગયેલા અથવા તો ગેરકાયદે વિઝા ધારકોની ધરપકડ કરી તેઓને દેશનિકાલ કરવાની પ્રક્રિયા પ્રાથમિક તબક્કે શરૂ થઇ ગઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેથી અમુક અંશે ગેરકાયદે વિઝાધારકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ખાસ કરીને ડેમોક્રેટ સાંસદોના વિસ્તારમાં વધુ ધોંસ બાલવાઈ રહી હોવાની ચર્ચા છે.તેથી ગેરકાયદે વિઝાધારકો ભૂગર્ભમાં જતા રહેવાની  કોશિશ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે 

જોકે વિપક્ષો ટ્રમ્પના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે તથા આગામી ચૂંટણીમાં પોતે જીતવા માંગતા હોવાથી ઇમિગ્રેશન કાર્ડ ખેલી સ્થાનિક પ્રજાજનોને ખુશ કરવાની તેઓ કોશિશ કરી રહ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

(1:08 pm IST)
  • રાજકોટને મળેલ એઇમ્સ અંગે મુંબઇ-દિલ્હીથી ત્રણ સભ્યોની ટીમ કાલે રાજકોટમાં: ખંઢેરી પાસે ર૦૦ એકરમાં બનનાર એઇમ્સ હોસ્પીટલ અંગે મુંબઇ-દિલ્હીથી કાલે ટીમ રાજકોટ આવશેઃ માત્ર સાઇટ વીઝીટ કરશેઃ હાલ ર૦૦ એકર જમીન કલેકટર તંત્ર નહિ સોંપેઃ માપણી -હજુ થોડી બાકીઃ ખાનગી જમીન સંપાદન કાર્યવાહી પૂરી થયા બાદ સોંપણી access_time 11:39 am IST

  • સિક્કા જીલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીની અમિતભાઇ શાહ સાથે સેલ્ફીઃ સિક્કાના મ્યુનિસિપલ કાઉન્સિલર ધરતીબેન મજીઠીયાએ ટ્વિટ કરી આ તસ્વીર શેર કરી છે. ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ભાગ્યે જ કોઇ સાથે તસ્વીર ખેંચાવે છે. અહીં ધરતીબેન સાથે એક સેલ્ફીમાં તેઓ નજરે પડે છે. ધરતીબેન લખે છે કે એવું લાગે છે કે મારૃં સ્વપ્ન પુરૃં થયું. તેઓ સિક્કા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પણ છે access_time 11:39 am IST

  • બિહારના ૧૨ જિલ્લા પાણીમાં દરભંગામાં ભયાનક સ્થિતિ : પુરથી બેહાલ બન્યુ બિહાર : ૧૨ જિલ્લા થયા પુરગ્રસ્ત : સરકારે પુરમાં ૨૪ લોકોના મોતની કરી પુષ્ટિ : દરભંગામાં જોવા મળ્યા પુરના ભયાનક દૃશ્યોઃ ધસમસતા પૂરે પુલ-વે લીધો બાનમાં : લોકો જીવના જોખમે આ નજારો જોવા ઉમટ્યા access_time 3:25 pm IST