Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

RILની મૂડી પાકિસ્તાનના અડધા જીડીપી સમકક્ષ થઇ

આરઆઈએલ ટોપ ટેન કંપનીઓમાં સામેલ : ટોપની ટેન કંપનીમાં મૂડીની દ્રષ્ટિએ હવે મુકેશ અંબાણીની આરઆઈએલ ૧૪૦ અબજ ડોલર સાથે ૯માં ક્રમ ઉપર

નવી દિલ્હી, તા. ૨૯ : એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દેશની પ્રથમ કંપની છે જેની માર્કેટ ૧૦ લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ છે. આરઆઈએલ હવે એટલી મોટી કંપની બની ગઈ છે કે, તેની મૂડી પાકિસ્તાનના અડધા જીડીપીની સમકક્ષ છે. પાકિસ્તાનના કુલ જીડીપીનો આંકડો ૨૩ લાખ કરોડ રૂપિયાનો છે. ભારતમાં જીડીપીની સરખામણી કરવામાં આવે તો આ આંકડો ૫.૨૬ ટકાનો છે. ભારતમાં કુલ જીડીપી આશરે ૧૯૦ લાખ કરોડ રૂપિયા છે. વિશ્વના ૧૫૬ દેશો એવા છે જેના જીડીપી આરઆઈએલ કરતા ઓછા છે. છેલ્લા ૩૦ વર્ષના ગાળામાં જ કંપનીની માર્કેટ મૂડીમાં ૬૦૦૦૦ ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ ૨૦૦૫માં કંપનીની માર્કેટ મૂડી એક લાખ કરોડ રૂપિયા હતી.

                  ૧૪ વર્ષના ગાળામાં માર્કેટ મૂડી ૧૦ ગણી થઇ છે. એક લાખ કરોડથી પાંચ લાખ કરોડની કંપની બનવામાં આરઆઈએલને ૧૨ વર્ષનો સમય લાગ્યો હતો. જુલાઈ ૨૦૧૭માં તેના બજાર મૂડીમાં પાંચ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. છેલ્લા બે વર્ષના ગાળામાં તેની માર્કેટ મૂડી બે ગણી વધી ગઈ છે. વર્તમાનમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૬૧ અબજ ડોલર છે. જ્યારે ૨૦૧૭માં તેમની કુલ સંપત્તિ ૨૩ અબજ ડોલર હતી. હજુ રિલાયન્સ ખુબ આગળ જવા માટે ઇચ્છુક છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વમાં તે ટોપ ૯ કંપનીઓમાં સામેલ થઇ છે. વેલ્યુની દ્રષ્ટિએ સાઉદીની અરામ્કોએ ૧૭૦૦ અબજ ડોલર સાથે વિશ્વની સૌથી મોટી કંપની છે જ્યારે બીજા નંબર પર એપલ છે જેની માર્કેટ મૂડી ૧૧૯૦ અબજ ડોલર છે. ત્રીજા ક્રમે માઇક્રોસોફ્ટ છે જેની માર્કેટ મૂડી  ૧૧૬૨ અબજ ડોલર છે. ૯માં નવેમ્બર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે જેની માર્કેટ મૂડી ૧૪૦ અબજ ડોલર છે. ૮માં નંબરે સેવરોન છે જેની માર્કેટ મૂડી ૨૨૩ અબજ ડોલર રહી છે. વેલ્યુની દ્રષ્ટિએ ટીસીએસ બીજા સ્થાને, એચડીએફસી ત્રીજા સ્થાને છે. કંપનીએ ગ્રોથ માટે લોનનો ઉપયોગ કર્યો હતો. અનેક વખત રોકાણકાર ચિંતાતુર થયા હતા પરંતુ રિલાયન્સના શાનદાર દેખાવથી નવી આશા જાગી છે.

વિશ્વની ટોપ કંપની.....

નવીદિલ્હી, તા. ૨૯ : એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ વિશ્વની ટોપ ટેન કંપનીઓમાં સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી છે. મૂડીની દ્રષ્ટિથી વિશ્વની સૌથી મોટી કંપનીઓ નીચે મુજબ છે.

કંપની........................ માર્કેટ મૂડી (અબજ ડોલરમાં)

અરામ્કો (પ્રથમ)......................................... ૧૭૦૦

એપલ (બીજા)............................................ ૧૧૯૦

માઇક્રોસોફ્ટ (ત્રીજા).................................... ૧૧૬૨

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (નવમા)............................ ૧૪૦

સેવરોન (આઠમાં).......................................... ૨૨૩

(7:27 pm IST)