Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઉદ્ધવ ઠાકરેને મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી તરીકે જોવા માટે તડપી રહી છું: રાખી સાવંતનું નિવેદન

નવી દિલ્હી : હાલમાં દરેક વ્યક્તિની નજર મહારાષ્ટ્રના રાજકારણ પર છે. આ સંજોગોમાં રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલમાં શિવસેના ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદની શપથ લીધી છે ત્યારે ડ્રામા ક્વિન રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. આ વીડિયોમાં રાખી સાવંત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વિશે પોતાના વિચારો વ્યક્ત કરી રહી છે.

રાખી સાવંત આ વીડિયોમાં જણાવી રહી છે કે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે જોવા માટે તે તડપી રહી છે.

વીડિયોમાં રાખી સાવંત કહે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે હું બહુ તડપી રહી છું અને હું પહેલાં દિવસથી ઇચ્છું છું કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને. પવાર સાહેબ અને ઠાકરેજી સાથે મળીને સારી સરકાર બનાવશે. ઠાકરેજીના મુખ્યમંત્રી બનવાથી મરાઠીઓ અને અન્ય જાતિઓ માટે સકારાત્મક સાબિત થશે. પવાર સાહેબના નિર્ણય બધા માટે સારા સાબિત થયા છે.

(4:25 pm IST)