Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જિયો યુઝર્સ માટે માઠા સમાચારઃ ફાઇબર પ્રિવ્યુ ઓફર બંધ

નવી દિલ્હીઃ જિયો કંપનીએ તેના ગ્રાહકોને બીજી વાર ઝટકો આપ્યો છે. જિયોએ જિયો ફાઈબર પ્રિવ્યૂ ઓફર બંધ કરી દીધી છે. તેની સાથે કંપની હવે પ્રિવ્યૂ ઓફર વાળા યુઝર્સને પેડ પ્લાનમાં શિફ્ટ કરશે. તે ઉપરાંત કંપનીએ કેટલાક પસંદ કરેલા યુઝર્સને મફતમાં જિયો સેટ-ટોપ-બોકસ આપ્યા છે. તમને જણાવીએ કે વપરાશકર્તાએ પિવ્યૂ ઓફર હેઠળ ૧,૦૦૦ એમબીપીએસની સ્પીડથી પ્રતિ માસ ૧,૧૦૦ જીબી ડેટા મળશે.

 જિયોએ ફાઈબર સેવાને પ્રમોટ કરવા માટે પ્રિવ્યૂ ઓફર શરૂ કરી હતી. જેને હવે બંધ કરી દીધી છે. હવે યુઝર્સને ફાઈબર સર્વિસમાં મિનિમમ ૬૯૯ રૂપિયા આપવા પડશે.

 વપરાશકર્તાએ જિયો ફાઈબર સેવા ખરીદવા માટે ૨,૫૦૦ રૂપિયાનો ચાર્જ આપવો પડશે. કંપની તેમાં ૧,૦૦૦ રૂપિયા ઈંસ્ટોલેશન ચાર્જ અને ૧,૫૦૦ રૂપિયા રિફંડ તરીકે લેશે. યુઝર્સને નવા કલેકશનમાં વાઈ-ફાઈ રાઉટર અને ઓનલી બોકસ પણ મળશે.

જિયો પ્રિવ્યૂ ઓફરને પૂરી કર્યા પછી વપરાશકર્તાને પેડ-પ્લાનમાં શિફ્ટ કરી રહ્યા છે. બીજી બાજુ કંપનીએ કનેકશન કાપનારા યુઝર્સની જમા થયેલી રાશિ રિફંડ કરી છે.

આ સિલ્વર પ્લાનની કિંમત ૮૪૯ રૂપિયા છે. વર્ષમાં તેની કિંમત ૧૦,૧૮૮ રૂપિયા હશે. આ પ્લાનમાં ૩,૯૯૯ રૂપિયાની કિંમત વાળા સ્પીકર પણ ફ્રીમાં મળશે. સાથે ૪ના સેટટોપ બોકસ અને જિયો ગેટવે ફ્રી મળશે. આ પ્લાનમાં ૧૦૦ એમબીપીએસની ડેટા સ્પીડ મળશે.

આ ગોલ્ડ પ્લાનની કિંમત ૧,૨૯૯ રૂપિયા છે. એન્યુઅલ પ્લાન લો છો તો ૩૧,૧૭૬ રૂપિયા આપવા પડશે. તેની સાથે ૨૪ ઈંચનું એચડી ટીવી ફ્રીમાં મળશે. આ પ્લાનમાં સ્પીડ ૨૫૦ એમબીપીએસ હશે. તેમાં ૧૨ હજાર જીબી ડેટા મળશે.

આ ડાયમંડ પ્લાનમાં વર્ષે ૨૯,૯૮૮ રૂપિયા આપવા પડશે. તેમાં માસિક પ્લાનની કિંમત ૨,૪૯૯ રૂપિયા છે. તેની સાથે ૨૪ ઈંચનું એચડી ટીવી ફ્રીમાં મળશે. સાથે જ ૪દ્ગક્ન સેટટોપ બોકસ, જિયો હોમ ગેટવે ફ્રી મળશે, તેમાં ૫૦૦ એમબીપીએસની સ્પીડ મળશે. તેમાં ૧૫ હજાર જીબી ડેટા મળશે.

(3:53 pm IST)