Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

હીરા-ઝવેરાતની હેરફેર માટે ઇ-વે બિલની વિચારણા

દેશભરના સોનીઓ ચિંતામાં: ઇ-વે બિલના અમલ કે તેના વિકલ્પની શકયતા ચકાસવા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચનાઃ વધુ એક ઝંઝટ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા સબમિટ થનારા રિપોર્ટના આધારે નિર્ણય કરાશે

નવી દિલ્હી તા. ર૯ : જીએસટી અમલી બન્યા બાદથી ઇ-વે બિલના અમલમાં મુકિત ભોગવતી જેમ-જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ ઇ-વે બિલ કેતેના જેવી અન્ય સિસ્ટમના દાયરામાં લાવી ચેક પોઇન્ટ મુકવા વિચારણા શરૂ કરવામાં આવી છે. જે માટે જીએસટી કાઉન્સિલ દ્વારા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી છે.

જાણકારો પ્રમાણે, સપ્ટેમ્બર માસમાં મળેલી જીએસટી કાઉન્સિલમાં થયેલી ચર્ચાઅને લેવાયેલા નિર્ણયના આધારે તાજેતરમાંં જીએસટી કાઉન્સિલ કચેરી દ્વારા જે- જ્વેલરી ક્ષેત્ર પર ઇ-વે બિલ લાગુ પાડવા સંબંધિત કમિટીની રચના કરી છે. જીએસટી કાઉન્સિલ સેક્રેટરીએટ મહેશકુમાર દ્વારા રર નવેમ્બરના રોજની તારીખથી એક સરકયુલર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કરવામા આવેલી નોંધ મુજબ ગોલ્ડ-ડાયમંડ જ્વેલરી તથા હીરા જેવા કીમતી સ્ટોનની હેરફેર પર ઈ-વેબિલ લાગુ થઇ શકે કે કેમ ? તે લાગુ થવા પર શું અસર આવી શકે ? આ સિસ્ટમ લાગુ કરવી યોગ્ય રહેશે કે કેમ? ટેકસ ઇવેઝન અટકાવવા ઇ-વે બિલ કે અન્ય કોઇ વિકલ્પ-સિસ્ટમ અમલમાં મુકી શકાય કે કેમ? તે બાબતોની વિગતો ચકાસી રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.

આ રિપોર્ટ યોગ્ય સમયગાળામાં આપવા અપીલ કરાઇ છે. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા રિપોર્ટ સબમિટ થયા બાદ આ અંગે નિર્ણય લઇ શકાશે.

આ કમિટી કેરળના નાણાંમંત્રી ટી.એમ. થોમસના નેજા કન્વીનર પદે બનાવવામાં આવી છે જેમાં બિહારના સુશિલકુમાર મોદી, ગુજરાતના નીતીન પટેલ, પંજાબના મનપ્રિતસિંહ બાદલ, કર્ણાટકના બશ્વરાજ બોમાઇ તથા પશ્ચિમ બંગાળના ડો. અમિત મિત્રા સભ્ય તરીકે સમાવાયા છે. જેઓનું ગ્રુપ અભ્યાસ કરી રિપોર્ટ રજુ કરશે.

ઇ-વે બિલ લાગુ પડવા પર કયા ભયસ્થાનો

 જ્વેલરી તથા ડાયમંડ અત્યંત કીમતી છે. જેની હેરફેર સમયે ચકાસણીના નામે કોઇ ત્રાહિત વ્યકિત દ્વારા જોખમ લઇ જનારી વ્યકિતને ટાર્ગેટ કરી ઠગાઇ કે લૂંટ ચલાવી શકે છે.

 ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નાના નાના પેકેટની કિંમત લાખો રૂપિયાની હોય છે. જે ગજવામાં લઇને ફરવામાં આવતા હોય છે જેતે વેપારીને બતાવી તે પસંદ પડતા સોદા થતા હોય છે ઇ-વે બિલ લાગુ પડવા પર સમગ્ર ટ્રેડિંગ વ્યવસ્થા ખોરંભે પડી શકે છે. ચકાસણીના નામે વેપારીઓની હેરાનગતીનો ભય રહેલો છે.

 હીરા વેપારીઓ-કારખાનેદારો હીરા વેચાણ કરવા મુંબઇ જાય છે આ સમયગાળા દરમિયાન ઇ-વે બિલ ચકાસણીના નામેહેરાનગતી થવાનો ભય રહે છે.

હાલમાં જ્વેલરી-ડાયમંડ્સને ઇ-વે બિલમાં મુકિત

જીએસટી અમલી બન્યા બાદથી કીમતી ચીજવસ્તુની ચકાસણીના નામે ઠગાઇનું જોખમ હોય, જ્વેલરી-પ્રેસિયસ સ્ટોનની હેફેરને ઇ-વે બિલમાંથી મુકિત આપવામાં આવી છે. ઉદ્યોગ તરફથી પણ જ્વેલરી-ડાયમંડ્સને ઇ-વે બિલમંથી મુકિત આપવા અંગે સતત રજુઆતો થઇ હતી. જેને કારણે અત્યાર સુધી ઇ-વે બિલમાંથી આ ક્ષેત્ર મુકત રહ્યું છે.

ઇ-વે બિલ એટલે શું?

જીએસટીન દાયરામાંં આવતી કોઇપણ ચીજવસ્તુ બે ચીજવસ્તુ બે શહેર-ગામ વચ્ચેની હેરફેર થવાની હોય તથા તેની કિંમત રૂપિયા પ૦,૦૦૦ થી ઉપરની રકમની ચીજવસ્તુ પર ઇ-વે બિલ લાગુ પડે છે. જે માટે ગુડ્ઝ મોકલનાર વ્યકિતએ ઓનલાઇન ઇ-વે બિલ જનરેટ કરવાનું રહે છે. જેમાં જે તે ગુડ્ઝના વર્ણન અને વ્હિકલ્સની વિગતો પણ રજુ કરવાની રહે છે ઇ-વે બિલ નહિ હોવા પર જેતે ગુડ્ઝની કિંમતના ૧૦૦ ટકા દંડની જોગવાઇ છે.

ઇ-વે બિલ ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક

ઇ-વે બિલની જોગવાઇ જેમ-જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે હિતાવહ નથી. કિંમતી ચીજવસ્તુની હેરફેર સમયે આ સિસ્ટમની આડમાં ખોટા તત્વો ગેરલાભ ઉઠાવી શકે છે આ પ્રકારની સિસ્ટમ લાગુ નહિ પાડવા અને મુકિત આપવા જે.મ-જ્વેલરી ઇન્સ્ટ્રીની ડિમાન્ડ રહીછે અને તે ચાલુ જ રહેશે.

 -નૈનેશ પચ્ચીગર (મેમ્બર-જેમ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિ)

(11:30 am IST)