Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

કોંગ્રેસ સહિત અન્ય પક્ષોનાં 50થી વધુ સાંસદો દ્વારા પ્રજ્ઞા ઠાકુર સંદર્ભે સેન્સર પ્રસ્તાવની માંગ

ભારે વિરોધ સાથે 50થી વધુ સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો

 

નવી દિલ્હી : ભાજપનાં ભોપાલનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા સંસદ ગૃહમાં કરવામાં આવેલા ગોડસે અને ગાંઘી સહિત કોંગ્રેસને આતંકવાદી પાર્ટીનાં વિધાનનાં વિરોધમાં કોંગ્રેસનાં સાંસદ અને દિગ્ગજ નેતા શશી થરૂર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓએ (ભાજપ) તેમને(પ્રજ્ઞા ઠાકુર) ટિકિટ આપી અને સંસદમાં લાવ્યા છે. સંસદ પક્ષની બેઠકોમાં બેસવાની મંજૂરી આપવાથી શું થશે?  

     કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેણી(પ્રજ્ઞા ઠાકુર) માફી માંગે, ત્યાં સુધી તેને સંસદમાં બેસવાની મંજૂરી આપવી જોઇએ, અમે(કોંગ્રેસ) પ્રજ્ઞા ઠાકુર સંદર્ભે સેન્સર પ્રસ્તાવની માંગ કરીશું

   કોંગ્રેસનાં સાંસદ દ્વારા આવી પ્રતિક્રિયા આપવામાં આવી, તો બીજી તરફ કોંગ્રેસનાં લોકસભામાં નેતા અધિર રંજન ચૌધરી, દયાનિધિ મારન, માનીકા ટાગોર, એન.કે. પ્રેમાચંદ્રન સહિત અન્ય પક્ષોનાં સાંસદો સહિત 50થી વધુ સાંસદોએ લોકસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે, અને ભારે વિરોધ સાથે માંગ કરી છે કે, 'નાથુરામ ગોડસેને' દેશભક્ત 'કહીને મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ ગૃહ પ્રજ્ઞા ઠાકુરને સેન્સર કરવાનો નિર્ણય લે છે.

(1:13 am IST)