Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

હવે ખાંડની જગ્યાએ મધના ક્યુબ નાખીને લગાવી શકશો ચાની ચુસ્કી

ખાદી ગ્રામોદ્યોગ આયોગ મધનાં ક્યૂબ લોન્ચ કરશે : ગ્રામીણ અર્થ વ્યવસ્થા મજબૂત કરવા સરકારે કમર કસી : નીતિન ગડકરી

 

નવી દિલ્હી : દેશનાં ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે ગરીબી અને બેરોજગારી હોવાનું સ્વીકાર કરતાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુકે, સરકાર ગ્રામ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. એવાજ  પ્રયાસો હેઠળ આગામી થોડા મહિનામાં ખાદી ગ્રામોદ્યોગ આયોગ મધનાં ક્યૂબ લોન્ચ કરવા જઈ રહ્યુ છે જેને ખાંડની જગ્યાએ ઉપયોગમાં લઈ શકાશે 

   તેમણે સુનીલકુમાર પિંટૂના પૂરક સવાલનાં જવાબમાં કહ્યુકે, ખાદી ગ્રામોદ્યોગ થોડા મહિનામાં મધનાં ક્યૂબનું વેચાણ શરૂ કરશે. આગામી મહિનામાં  લોકો ખાંડનાં ક્યૂબની જગ્યાએ મધનાં ક્યૂબ નાંખીને ચા પી શકશે.

   તેમણે જણાવ્યુકે, MSME મંત્રાલય 'ભારત ક્રાફ્ટ' નામથી નવું -કોમર્સ પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યુ છે. અને તેને ભારતીય સ્ટેટ બેંકની સાથે મળીને ચલાવવાની યોજના છે. ગડકરીએ જણાવ્યુકે, પોર્ટલ પર MSMEના બધા ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ રહેશે અને ન્યૂયોર્કંમાં બેસીને કાશ્મીરની શૉલ ખરીદી શકાશે.

   તેમણે કહ્યુકે, તેના સિવાય નવા વિચારો અને નવોન્મેષ માટે એક વેબસાઈટ પણ શરૂ થવાની છે. ગડકરીએ કહ્યુકે, MSME ઉદ્યોગ પાસેથી વર્ષે 85 હજાર કરોડ રૂપિયાના વેપારની સંભાવના છે તથા આગામી પાંચ વર્ષમાં દેશનાં વિકાસમાં MSMEનું યોગદાન 50 ટકા લઈ જવાનું લક્ષ્ રાખ્યુ છે જે હાલમાં 29 ટકા છે.તેમણે કહ્યકે, સરકારનું પુરૂ ધ્યાન ફક્ત શહેરો પર નહી, પરંતુ ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રો પર વિશેષ ધ્યાન છે. થોડા વર્ષોમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એટલી મજબૂતાઈ આવશે કે લોકો શહેરોમાંથી ગામડાઓ તરફ પાછા ફરશે.

(12:51 am IST)