Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સાથે રિકવરી આંક પણ વધ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં નવા 3,48 લાખથી વધુ કેસ : 26.74 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2760 દર્દીના મોત : 2.15 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67.160 નવા કેસ : ઉત્તર પ્રદેશમાં 37.944 કેસ, દિલ્હીમાં 24,103 કેસ, કર્ણાટકમાં 29,438 કેસ, કેરળમાં 26,685 કેસ, છત્તીસગઢમાં 16,731 કેસ, રાજસ્થાનમાં 15,355 કેસ, મધ્યપ્રદેશમાં 12,918 કેસ, ગુજરાતમાં 14,97 કેસ, બિહારમાં 12,359 કેસ, તામિલનાડુમાં 14,842 કેસ, પશ્ચિમ બંગાળમાં 14,281 કેસ, આંધ્રપ્રદેશમાં 11,698 કેસ, હરિયાણામાં 10,491 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.48,831 નવા કેસ નોંધાયા છે 

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2760 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,92,309 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3.48,831 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,69.51,621 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 26,74,351 લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.15,592 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.40.77,870લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67.160 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 37.944 કેસ, દિલ્હીમાં 24,103 કેસ, કર્ણાટકમાં 29,438 કેસ, કેરળમાં 26,685 કેસ, છત્તીસગઢમાં 16,731 કેસ, રાજસ્થાનમાં 15,355 કેસ, મધ્યપ્રદેશમાં 12,918 કેસ,ગુજરાતમાં 14,97 કેસ, બિહારમાં 12,359 કેસ, તામિલનાડુમાં 14,842 કેસ,પશ્ચિમ બંગાળમાં 14,281 કેસ, આંધ્રપ્રદેશમાં 11,698 કેસ, હરિયાણામાં 10,491 કેસ નોંધાયા  છે

(12:14 am IST)